ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ને મોટી સફળતા મળી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ ATS ગુજરાત સાથેના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાની બોટમાં સવાર 6 લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાતની ટીમે તેમની પાસેથી 50 કિલો હેરોઈન પણ કબજે કર્યું છે. જેની માર્કેટમાં કુલ કિંમત 350 કરોડ રૂપિયાની આસપાસ જણાવવામાં આવી રહી છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના અધિકારીએ કહ્યું કે તેમને પાકિસ્તાની બોટ વિશે માહિતી મળી હતી. જે બાદ આજે સવારે પાકિસ્તાની બોટ અલ સકરમાં સવાર 6 લોકો 350 કરોડ રૂપિયાના હેરોઈન સાથે ઝડપાઈ ગયા છે. અધિકારીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની બોટ અને તેના કબજેદારોને આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL) નજીકથી પકડવામાં આવ્યા હતા.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)ના અધિકારીએ જણાવ્યું કે બોટને વધુ તપાસ માટે જખૌ લાવવામાં આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં ICG દ્વારા ATS સાથે આ છઠ્ઠું ઓપરેશન છે. એક મહિનાથી ઓછા સમયમાં આ બીજી ઘટના છે. આ પહેલા 14 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાની બોટમાંથી આશરે 200 કરોડની કિંમતનું 40 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે ડ્રગ્સ લઈને જતી પાકિસ્તાની બોટ ભારતીય જળસીમાની 6 માઈલ અંદરથી પકડાઈ હતી. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં આ પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. આ સિવાય બોટ ક્રૂના સભ્ય એવા છ પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
Social Share