Satya Tv News

સુરતમાં વિધવા મહિલા પાસેથી રૂ.70 હજાર પડાવ્યા
તમે ડ્રગ્સનો ધંધો કરો છો’ કહી પોલીસના સ્વાંગમાં આવ્યા
પોલીસના લોગો વાળું માસ્ક અને બ્લેક એન્ડ વ્હાઇટ શર્ટ પહેરી આવ્યા
દરવાજો ખખડાવીને ખોલાવ્યા બાદ ઘરમાં ઘૂસી ગયા
રૂ. 3 લાખની માગણી કરી હતી
70 હજાર આપતા જ ભાગવા લાગ્યા

સુરતમાં પાંડેસરાની શીવનગર સોસાયટીમાં વિધવાના ઘરમાં પોલીસના સ્વાંગમાં ઘૂસી જઇ હું હર્ષા ડીસીપી ક્રાઇમ તરીકેની ઓળખ આપી ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.રૂ 70 હજાર પડાવી ભાગવા જનાર મહિલાને લોકોએ પકડીને પાંડેસરા પોલીસને હવાલે કરી છે. જ્યારે તેના બે સાથીદાર ભાગી જવામાં સફળ રહ્યા હતા.

પાંડેસરા હાઉસીંગ નજીક શીવનગર સોસાયટીમાં રહેતી અને ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી વિધવા અલકા પ્રહલાદ પાટીલ ગત બપોરે પુત્રી અશ્વીની,ભાણેજ પ્રતીક્ષા શિંદે અને પિતરાઇ સુરેખા સાથે ઘરમાં બેઠા હતા.ત્યારે પોલીસના લોગો વાળું માસ્ક અને બ્લેક એન્ડ વ્હાઇટ શર્ટમા સજ્જ એક મહિલા અને બે પુરૂષ દરવાજો ખખડાવીને ખોલાવ્યા બાદ ઘરમાં ઘૂસી ગયા હતા.

અલકા ગભરાઇ જતા રૂ.20 હજાર આપ્યા હતા.પરંતુ ત્રણેયે આટલા રૂપિયામાં પતાવટ નહી થાય બીજા રૂ. 50 હજાર આપવા પડશે.અલકાએ આજીજી કરી છતા ત્રણેયે રૂપિયાની માંગણી ચાલુ રાખતા છેવટે અલકાએ દાગીના ગીરવે મુકી રૂ.50 હજાર મળી કુલ રૂ.70 હજાર આપ્યા હતા.રૂપિયા હાથમાં આવતા વેંત ત્રણેયે ભાગવા લાગ્યા હતા.જેથી અલકાને શંકા જતા બુમાબુમ કરી હતી. જેથી લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને DCP તરીકેની ઓળખ આપનાર ઠગ મહિલા હર્ષા લવજી ચોવટીયાને પકડીને પોલીસના હવાલે કરી હતી.જ્યારે તેના બે સાથીદાર લાલુ અને પાર્થ ભાગી જવામાં સફળ રહ્યા હતા.

વિડિઓ જર્નાલિસ્ટ કે સી વાઘસિયા સાથે સત્યા ટીવી સુરત

error: