Satya Tv News

દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલનો ધર્માંતરણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે વિજય
રૂપાણીએ પણ આ મામલે ગંભીર પ્રતિક્રિયા આપી છે.

AAP નેતાએ ભગવાનનું અપમાન કરતાં રાજકારણમાં ગરમાવો

પૂર્વ CM વિજય રૂપાણીએ લાલઘૂમ થઇને પ્રતિક્રિયા આપી

આગામી ચૂંટણીમાં AAPના છોતરા નીકળી જવાના છે: રૂપાણી

ગઈ કાલે દિલ્હી સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનો એક ધર્માંતરણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં ‘હિન્દુ દેવી-દેવતાને ભગવાન ન માનવાની’ શપથ લેવડાવતા ચારેકોય આ મામલે ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતના મહાનગરોમાં જાહેરમાં AAP વિરોધી પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ત્યારે હવે આ મામલે રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

દિલ્હીમાં AAP નેતા રાજેન્દ્ર પાલ ગૌતમના વિવાદિત ધર્માંતરણ વીડિયો મામલે ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે, ‘AAPની વિચારધારા હિન્દુ વિરોધી જ રહી છે. ગઇકાલે આમ આદમી પાર્ટીના મંત્રીએ જાહેરમાં જે બફાટ કર્યો, હિંદુ દેવી-દેવતા વિરૂદ્ધ જે બોલે તેનાથી સ્વાભાવિક છે કે નારાજગી ઊભી થાય. આનાથી આમ આદમી પાર્ટીનું પોત પ્રકાશ્યું છે, આમ આદમી પાર્ટી ખુલ્લી પડી ગઇ છે. આ ગુજરાત કે જેને સૂત્ર આપ્યું હતું કે જો હિંદુ હિત કી બાત કરેગા વહી દેશ પે રાજ કરેજા. એ ગુજરાત આમ આદમી પાર્ટીને આ નિવેદનથી ઓળખી ગઇ છે. આગામી ચૂંટણીમાં AAPના છોતરા નીકળી જવાના છે. કોઇની ડિપોઝીટ બચવાની નથી. કારણ કે જુઠ્ઠા વાયદા, જુઠ્ઠી વાતો, કરે કંઇક અને બોલે કંઇક આ બધું લોકો જુએ છે. એટલે આમ આદમી પાર્ટીને આ ભારે પડશે. પોસ્ટર ફાડવાની ઘટના પણ એ જ દેખાડે છે કે, આમ આદમી પાર્ટી ખુદ ગઇકાલના નિવેદનથી બેબાકળી બની ગઇ છે. તે એ જ દેખાડે છે કે, આમ આદમી પાર્ટી ડિસ્ટર્બ થઇ છે.’

વધુમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કરેલા નિવેદન પર વિજય રૂપાણીએ કહ્યું કે, ‘શેનું રાજકારણ? ભાજપ શું કરાવે છે? બોલે છે એના મંત્રી એમાં અમે શું રાજકારણ કરી શકીએ? અમે તો લોકોને કહીએ છીએ આ બધા આવું બોલે છે. આ લોકોને ઓળખી લો.’

હિંદુ સમાજ હવે જાગી ગયો છે, આવી કોઇ વાત ચલાવવા માંગતો નથી: રૂપાણી

અત્યારે ચૂંટણીના માહોલમાં લોકો સાચી વાત સમજે એટલે આ વીડિયોથી લોકો આમ આદમી પાર્ટીનું કેરેક્ટર ખુલ્લું પાડી દેશે. ભૂતકાળમાં પણ કમનસીબે હિંદુ હિતને ઘણો અન્યાય થયો છે. સૂડો-સેક્યુલરીઝમ એટલે કે ઢોંગી બિન સાંપ્રદાયિકતાવાદે કોંગ્રેસને ખતમ કરી. આ બધા એ જ રસ્તે છે. હિંદુ સમાજ હવે જાગી ગયો છે અને હિંદુ સમાજ આવી કોઇ જ વાત ચલાવવા માંગતો નથી.’

error: