Satya Tv News

આતંક ફેલાવવાના આરોપમાં દિલ્હી પોલીસે 2 યુવકની ધરપકડ કરી છે. આ 2 પૈકી એક યુવકને લોરેન્સ બિશ્નોઇએ જગ્ગુ ભગવાનપુરિયા સાથે સલમાન ખાનને મારવાનું કામ સોંપ્યું હતું. તો જે 2 યુવકની ધરપકડ કરી છે તે પૈકી એક સગીર છે અને તેના પર મોહાલીના પંજાબ હેડક્વાર્ટર પર 9 મેના દિવસે RPG એટેકમાં પણ સામેલ હતો.

દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ અનુસાર, ધરપકડ કરાયેલા સગીર છોકરાએ જણાવ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈએ તેને, દીપક સુરકપુર અને મોનુ ડાગરને સલમાન ખાનની હત્યા કરવાનું કામ સોંપ્યું હતું, પરંતુ પાછળથી સલમાનને બદલે ગેંગસ્ટર રાણા કંડોવાલિયાને મેઇન ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો. આટલું જ નહીં, થોડા દિવસ પહેલાં જ્યારે સલમાન ખાનના પિતા સલીમ ખાન રનિંગ માટે બહાર ગયા હતા ત્યારે તેમની સુરક્ષા ટીમને મુંબઇના બાંદ્રા સ્થિત ઘરની બહાર ધમકીભર્યો પત્ર મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે મૂસવાલે જૈસા હાલ કર દુંગા.

આ લેટર બાદ સલમાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. 29 મેના રોજ પ્રખ્યાત ગાયક અને કોંગ્રેસનેતા સિદ્ધુ મૂસવાલેની હત્યા કરવામાં આવી હતી, જેના માટે લોરેન્સ વિશ્નોઇ ગેંગે જવાબદારી લીધી હતી. તેને જોતાં આરોપીઓએ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારથી દિલ્હી પોલીસે આરોપીની ધરપકડ કરી છે ત્યારથી સલમાનના ફેન્સ તેને કડક સજા આપવાની માગ કરી રહ્યા છે. જોકે સગીર છોકરાની હજુ પૂછપરછ કરવામાં આવી રહી છે, પકડાયેલા આરોપીનાં નિવેદનોના આધારે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

લોરેન્સે સલમાનને મારવા માટે 4 વખત પ્લાન બનાવ્યો છે. આ માટે તેણે એક રાઇફલ પણ ખરીદી લીધી હતી. લોરેન્સે 2018માં સલમાનને મારવા માટે શૂટર સંપત નેહરાને મુંબઇ મોકલ્યો હતો. સંપત પાસે પિસ્તોલ હતી. જોકે સલમાન પિસ્તોલ રેન્જથી દૂર હતો. આ સ્થિતિમાં તે તેમને મારી શક્યો નહીં. ત્યાર બાદ તેણે ઊંચી રેન્જવાળી રાઇફલ ખરીદી હતી. ત્યાર બાદ સંપત સલમાનને મારવા આવ્યો હતો. પરંતુ તે તેમને મારી નાખે એ પહેલાં જ તેમને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ પછી લોરેન્સે તેને વધુ 2 વખત મારવાની કોશિશ કરી, પરંતુ તેને સલમાનને મારવાની તક ન મળી.

error: