Satya Tv News

હું વારંવાર ઘરના સભ્યો પર ગુસ્સે થઈ જાઉ છું, પછી મને પાછળથી અફસોસ થાય છે. ખબર નથી હું આવું કેમ કરૂ છું, આમાં કોઈનો વાંક નથી, ઘરના ત્રણેય સંતાનો ખ્યાલ રાખજો’ નાના વરાછાની પરિણીતાએ પતિને સંબોધીને આપઘાત કરવા પહેલા સ્યૂસાઇડ નોટ લખી હતી.

પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, નાના વરાછા અંબિકા વિજય સોસાયટીમાં રહેતી 35 વર્ષીય પરિણીતા નામે શીતલ ધર્મેશ મકવાણાએ 6 તારીખે સાંજે પોતાના ઘરમાં છતની હુક સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક પરિણીતાનો પતિ મિસ્ત્રી કામ કરે છે અને ઘર પાસે તેની દુકાન છે.

પરિણીતાએ આપઘાત કર્યો ત્યારે ઘરમાં કોઈ ન હતું. મહિલાના 12 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને બે દીકરી અને એક દીકરો સંતાનમાં છે. હાલમાં કાપોદ્રા પોલીસે પરિણીતાએ લખેલી સ્યૂસાઇડનોટ કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે.

ઓરિસ્સા પિયર જવા ન દેતા પરિણીતાને માઠું લાગી આવતાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. અમરોલી ધારનાથ કોમ્પ્લેક્ષમાં રહેતી 30 વર્ષીય સવિતા વિશ્વનાથ તપન મન્ના 6 તારીખે સવારે રસોડામાં છત સાથે કપડું બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સાંજે પતિ નોકરી પરથી ઘરે આવ્યા ત્યારે પત્ની દરવાજો ખોલતી ન હતી. આથી આજુબાજુના લોકોની મદદ લઈ દરવાજો તોડી નાંખ્યો હતો. અંદર જઈ જોયું તો રસોડામાં પત્ની લટકેલી મળી આવી હતી.

આથી તાત્કાલિક પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ દોડી આવી હતી. મૃતકના કાયદેસરના લગ્ન થયા નથી. માત્ર બંને સાથે રહેતા હતા. હાલમાં લાશને કોલ્ડ સ્ટોરેજમાં મુકી દેવામાં આવી છે. પોલીસે મૃતક મહિલાના પિયરજનોને ઓરિસ્સા જાણ કરી છે. તેઓ ઓરિસ્સાથી આવશે ત્યારબાદ મૃતદેહ સોંપવામાં આવશે

error: