Satya Tv News

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને 6 ઓક્ટોબરના રોજ રાજકોટ સ્થિત સરદાર પટેલ ભવન ખાતે આગામી પ્રોજેક્ટને લઈને વિવિધ કમિટીના સભ્યોની મિટીંગ મળી હતી. જેમાં આગામી પ્રોજેક્ટને લઈને વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી.તેમજ વિવિધ કમિટીઓના સભ્યોની નિમણુંક કરાઈ હતી.

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનીટી પ્રોજેક્ટના કન્વીનર તરીકે દિનેશભાઇ પટેલની નિયુક્તિ કરી આ કામગીરી સારી રીતે કરવા જણાવી અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે દિનેશભાઇ પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે.ચેરમેન નરેશભાઈ પટેલે તેમને નર્મદા જિલ્લાના કન્વીનર પણ બનાવ્યા છે. થોડા વખત પહેલા જ ચેરમેન નરેશભાઈ પટેલેસ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી ત્યારે જિલ્લા કન્વીનર દિનેશભાઇ પટેલ સાથે સંગઠન બાબતે મહત્વની ચર્ચા કરી હતી.દિનેશભાઇ પટેલ એપીએમસીના ચેરમેન પણ છે અને નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલના ખાસ માનીતા મનાય છે બન્ને પાટીદાર આગેવાનો છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી મા પાટીદાર મતોની ખાસ્સુ મહત્વ છે ત્યારે યુવા પાટીદાર આગેવાનો પાર્ટીમાં અને ખોડલધામ ટ્રસ્ટના સંગઠન અને વિકાસમા સહયોગી બને તે માટે દરેક જિલ્લામા પાટીદાર સમાંજના આગેવાનો ને ચેરમેન નરેશ પટેલે કેટલીક મહત્વની જવાબદારી સોંપી છે.

એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બની છે. દિનેશભાઇ પટેલના જણાવ્યા અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટીખાતે સરદાર પટેલ વિષયક કોઈ બાંમધકામ કે અન્ય કામગીરી કરવાની થાય ત્યારે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનીટી પ્રોજેક્ટના કન્વીનર તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેમની નિમણુંક બદલ પાટીદાર સમાજના આગેવાનો અને કાર્યકર્તાએ અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે.

વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપળા

error: