Satya Tv News

માહિતિ અધિકારના કાયદા હેઠળ અરજદારને માહિતિના આપતા પ્રથમ દ્રષ્ટિએચીફ ઓફિસરને જવાબદાર ઠેરવતું માહિતિ આયોગ

કસબાવાડ વિસ્તારમા ગેરકાયદેસર બાંધકામ કરી દબાણના મામલે અરજદારે માહિતિ આપવામાં વિલંબ બદલ ચીફઓફિસર સામે દંડની કાર્યવાહી

રાજપીપળા નગરપાલીકાના ચીફ રાહુલ ડોડીયાને માહિતિકમિશનર દ્વારા રૂપિયા ૧૦ હજારનો દંડ ફટકારવાની ચકચારી ઘટના સામે આવી છે.માહિતિ અધિકારના કાયદા હેઠળ અરજદાર ને માહિતિના આપતા પ્રથમ દ્રષ્ટિએજ ચીફ ઓફિસરને માહિતિ આયોગેજવાબદાર ઠેરવ્યા છે.અને એ માટે રાજપીપળા નગર પાલીકાના ચીફ ઓફિસર રાહુલ ડોડીયાને માહિતિ આયોગે ૧૦ હજારનો દંડ ફટકાર્યોછે

બનાવની વિગત અનુસાર રાજપીપળાના કસબાવડ વિસ્તારના રહીશ હનીફભાઇ કિર્રમભાઈ મન્સુરીનાં ઘર પાસે તેમનાજફળિયાના લાલાભાઈ માસ્ટર,નશું ભાઇ, હારુનભાઈ, મુસ્તાક હસન,ખલીલ મેમન વગેરે દ્વારાઅવર જવરના રસ્તે ગેરકાયદેસરદબાણ કર્યું હોયને જેને દુર કરવા નગરપાર્લીકામાં અરજી કરી હતી

જેનો નિકાલના આવતાં અરજદાર હનીફભાઇ મન્સૂરીએ માહિતિ મેળવવાના અધિકાર અંતર્ગત નગરપાલીકા પાસે માહિતિ માંગી હતી,જે માહિતિ રાજપીપળા નગરપાલીકા દ્વારા સમય મર્યાદામા આપેલ નહોતી જેથી અરજદારને અપીલ અધિકારીને અપીલ કરવાની ફરજ પડી હતી,જેથી માહિતિ અધિકાર અધિનિયમ૨૦૦૫ની કલમ- ૧૮ (૧) હેઠળ અપીલ કરી હતી,જેથી પ્રથમઅપીલ અઘિકારી એ અરજદારને તેણે માંગેલ માહિતી ૧૫ દિવસમાંઆપવા નગરપાલિકા રાજપીપળાને આદેશ કર્યો હતો,આ આદેશ છતાં અરજદારને માહિતિ આપવામા આવી નહોતી,જેથી અરજદાર દ્વારા સમગ્ર પ્રકરણની ફરિયાદ ગુજરાત સરકાર નામાહિતિ આયોગ મા કરવામાઆવી હતી.ગુજરાત માહિતિ આયોગ દ્વારા વિડિયો કોન્ફરન્સ દ્વારા ૮ ની જુલાઈના રોજ સુનાવણી હાથધરવામાં આવી હતી જેમાંઅરજદારે પોતે માંગેલ માહિતી તેને આપવામાઆવી નથી એમ જણાવ્યું હતું,જેમાં નગરપાલિકા દ્વારા બેદરકારી માહિતિ અધિકાર અધિનિયમ હેઠળ કરવામા આવી હોવાનું જણાઈ આવેલ જેથી નગરપાલીકાના ચીફ ઓફિસર રાહુલ ડોડીયાને પ્રથમ દ્રષ્ટિએ જજવાબદાર ગણાવી રૂપિયા૧૦,૦૦૦નો દંડ માહિતિઅધિકાર અધિનિયમ હેઠળ માંગેલ માહિતી આપવામા વિલંબ કરવાના મામલે ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.ચીફ ઓફિસર રાહુલ ડોડીયા દ્વારા આયોગને પોતાની કચેરીમા મોટાંભાગનો સ્ટાફ નિવૃત્ત થઈ ગયો હોય તેમ જ સિનિયર સર્વેયર નાહોવાની રજૂઆત કરવામાં આવી હતી જેને આયોગે અમાન્ય થેરની તેમની સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરાઇ હતી.

દંડની રકમ તેઓએ પોતાના ભંડોળમાંથી ભરપાઇ કરવાન અથવા તો તેમના પગારમાંથી કપાત કરી ભરપાઇ કરવા હુકમ કર્યો છે. દંડની રકમ આદેશ મળ્યેથી દિન-૧૫ની અંદર જમા કરી ભરપાઇ કર્યાની પહોંચ ચલણની નકલ દિન-૩૦માં આયોગને મોકલવાહુકમ કર્યો છે

વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપળા

error: