Satya Tv News

‘ઉતરન’ ફૅમ ટીના દત્તા હાલમાં ‘બિગ બોસ 16’માં જોવા મળે છે. શોમાં સ્પર્ધકો પર્સનલ ને પ્રોફેશનલ લાઇફ અંગે વાત કરી રહ્યા છે. આ દરમિયાન ટીના દત્તાએ એક એપિસોડમાં સ્પર્ધક અંકિત ગુપ્તા સાથે વાત કરી હતી. તેણે ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામના કલાકો અંગે વાત કરી હતી.

ટીના દત્તાએ પાંચ વર્ષની ઉંમરથી કરિયરની શરૂઆત કરી હતી. તેને ઇન્ડસ્ટ્રીમાં બે દાયકાથી વધુનો સમય થઈ ગયો છે. ટીનાએ કહ્યું હતું કે એક્ટર્સના શૂટ્સના કલાકો એટલા લાંબા હોય છે કે તમામ શિડ્યૂઅલ અસ્ત-વ્યસ્ત થઈ જતા હોય છે. મહિનામાં ભાગ્યે જ કોઈને રજા મળતી હોય છે. શોના સેટ પર એક્ટર્સે વધુમાં વધુ સમય પસાર કરવો પડે છે. પોતાની જાત માટે જ બ્રેક મળતો નથી. બસ કામ કરતા રહેવાનું છે. ત્યાં સુધી કે પરિવાર માટે પણ સમય ફાળવી શકાતો નથી.

ટીનાએ ઘણી સિરિયલમાં કામ કર્યું છે. ટીનાએ ટીવી ઇન્ડસ્ટ્રીના ડ્રૉબ્રેક વિશે વાત કરતાં કહ્યું હતું કે 14-14 કલાક કામ, પરિવારને પૂરતો સમય આપી શકાતો નથી, લાંબા શિડ્યૂ્લસ હોય છે. ટીનાએ આશા વ્યક્ત કરી છે કે આગામી સમયમાં થોડી બાબત બેલેન્સ થઈ શકે. એક્ટર્સના શિડ્યૂઅલ તથા ટાઇમિંગ્સ મેનેજ થઈ શકે. ટીનાએ એમ પણ કહ્યું હતું કે ટીવી ડેડલાઇન પર કામ કરે છે અને ચોક્કસ સમયે બધું પૂરું કરવાનું હોય છે. ચેનલને રેગ્યુલર એપિસોડ મળતા રહે તે વાત મેકર્સે નિશ્ચિત કરવાની હોય છે.

‘બિગ બોસ 16’માં ટીના સૌથી સ્ટ્રોંગ સ્પર્ધકમાંથી એક છે. તે પોતાની વાત સહેજ પણ ડર્યા વગર કહે છે. શોમાં ટીના તથા અબ્દુ રોઝિક વચ્ચેનું રોમેન્ટિંગ બૉન્ડ દર્શકોને પસંદ છે. ‘બિગ બોસ’ના ઘરમાં રહેવા બદલ ટીનાને દર અઠવાડિયે 8-9 લાખ રૂપિયા મળે છે.

error: