પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ : કાપોદ્રા પાટીયા સહિતના વિસ્તારોમાં લોકોને ભારે હાલાકી પડી
અંકલેશ્વરમાં 2 કલાકમાં સાવ ઈંચ વરસાદ ખાબક્યો હતો. અંકલેશ્વર અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતાં જનજીવન ખોરવાયું : કાપોદ્રા પાટિયા સહીત શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવો થયો હતો. વરસાદ ના પગલે માર્ગો પર પાણી-પાણી જ નજરે પડ્યું હતું. પાછોતરો વરસાદ સાથે અંકલેશ્વર માં મોસમ નો કુલ વરસાદ 155 % ને પાર થયો છે. ચાલુ સીઝન માં 1180 મિમિ પાણી અંકલેશ્વર માં વરસ્યું છે. અંકલેશ્વર છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છવાયો છે.
તંત્રની આગાહી વચ્ચે છેલ્લા 3 દિવસ થી વાતાવરણ માં પલટો આવ્યો છે. બે દિવસ વરસાદ વરસી રહ્યો છે. ગત રોજ પણ વરસાદ પડ્યા બાદ આખી રાત વરસાદી માહોલ વચ્ચે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આ આ વચ્ચે શનિવાર ના રોજ સવાર થી વાદળો ની ફોજ જોવા મળી હતી. 11 કલાકે ધીમી ધારે શરુ થયેલ વરસાદ બપોરે 12 વાગ્યા બાદ ધમાકેદાર એન્ટ્રી સાથે ગાજવીજ સાથે તૂટી પડ્યો હતો.
વીજળી ના કડાકા-ભડકા સાથે ખાબકેલા વરસાદ ચારેકોર પાણી પાણી જ કરી મૂક્યું હતું. અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં વાલિયા રોડ પર આવેલ કાપોદ્રા પાટિયા વિસ્તાર અને તેને અડી ને આવેલ નોટીફાઈડ રહેણાંક વિસ્તારના માર્ગો પર પાણીનો ભરાવો થયો હતો. ઢીંચણ સુધી પાણી જોવા મળ્યા હતા જેને લઇ વાહન વ્યવહારને અસર પહોંચી હતી.
તો અંકલેશ્વર શહેર ના સંજય નગર, નવીનગરી. સરગમ કોમ્લેક્ષ રોડ રેલ્વે ગોદી રોડ, જલારામ નગર, પંચાતી બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. શનિવાર ના રોજ ખાબકેલા 30 મિમી વરસાદ વચ્ચે મોસમ નો કુલ વરસાદ 1180 મિમિ સાથે 155 % કરતા વધુ પડ્યો છે. અંકલેશ્વર માં છેલ્લા 5 વર્ષ થી 150 થી 200 % સુધી વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે પાછોતરો વરસાદ ને લઇ ખેડૂતોના ઉભા પાક તેમજ શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો શેરડી ના પાક ને ફાયદો થશે