સાગબારા વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર ગઈકાલે સાંજે હુમલો થયો હતો. ખેરગામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા એ સમયે ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. ખેરગામ બજારમાં ધારાસભ્યની કાર પર અને ધારાસભ્ય પર હુમલો કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેમાં ધારાસભ્ય લોહિ લુહાણ થયા હતા. જેને લઇને નર્મદા જિલ્લાના સાગબારા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો.
વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર ગઈકાલે સાંજે હુમલો થયો હતો. ખેરગામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા એ સમયે જો આ ગુજરાતમાં એક ધારાસભ્ય સલામત ન હોય તો સામાન્ય માણસની શું હાલત થાય એ એક ગંભીર બાબત છે. ધારાસભ્ય અનંત પટેલ હમેશા આદિવાસી સમાજના હિતોની અધિકારોની લડાઈ લડતા આવ્યા છે, હમણાં ચાલતા સરકાર પાર તાપી પ્રોજેક્ટ હોય ભારતમાલા પ્રોજેક્ટ હોય એ તમામનો વિરોધ કરી રહ્યા છે માટે તો રાજકીય કિન્નાખોરી રાખીને હુમલો તો નથી કરવામાં આવ્યો ને શું અનંતભાઈ પટેલ આંખમાં કણાની જેમ ખુચી રહ્યા.
સમગ્ર આદિવાસી સમાજ ની અને સાગબારા કોગ્રેસ સમિતિ માંગ કરી રહી છે કે જે કોઈ પણ વ્યક્તિએ નિંદનીય કૃત્ય કર્યું છે એને શોધીને એની ધરપકડ કરવામાં આવે અને એને સખતમાં સખત સજા કરવામાં આવે જે બાબતે સાગબારા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો.
વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા