Satya Tv News

નરેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે પાડોસીએ 8 વર્ષીય બાળકી પર પત્થરથી વાર કરી હત્યા કરી નાખી હતી. આરોપીએ બાળકીના ભાઈ સાથે બદલો લેવા માટે આ ઘટનાને અંજામ આપ્યો હતો. સ્વજનોનો આરોપ છે કે, બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી છે. બીજી તરફ પોલીસ અધિકારી દુષ્કર્મની વાતનો ઈનકાર કરી રહ્યા છે. પોલીસે બાળકીની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્વજનોએ આરોપ લગાવ્યો છે કે શુક્રવારે સાંજે વિસ્તારના બે યુવકો યુવતીને ટાફી આપવાના બહાને પોતાની સાથે લઈ ગયા અને તેના પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી નાખી હતી. બાળકીના મોતથી આક્રોશમાં આવેલા પરિવારજનો અને સ્થાનિક લોકોએ શનિવારે સવારે નરેલા બી-4 પોલીસ ચોકી પાસે પ્રદર્શન કર્યું હતું.

આ વિસ્તારમાં ખુલ્લેઆમ નશીલા પદાર્થોનું વેચાણ થતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીઓ પણ નશામાં હતા. નશાના કારણે રોજ કોઈને કોઈ ગુના બને છે. તેમણે પોલીસ અધિકારીને નશીલા પદાર્થો પર અંકુશ લગાવવા અપીલ કરી હતી.

આઉટર-નોર્થ ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દેવેશ મહલાએ જણાવ્યું હતું કે, બાળકી નરેલા વિસ્તારમાંથી શુક્રવારે રાત્રે ઘરની નજીકથી અચાનક ગુમ થઈ ગઈ હતી. સંબંધીએ આજુબાજુ જોયું પરંતુ તે ક્યાંય ન મળી. ત્યારબાદ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા ત્યારે પાડોશી બાળકીને સાથે લઈ જતો જોવા મળ્યો હતો.

ત્યારબાદ આરોપીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે, તેનો બાળકીના ભાઈ સાથે અણબનાવ હતો. ઘણી વખત તેમની વચ્ચે ઝઘડો થયો હતો. તેનો બદલો લેવા માટે તેણે બાળકીની હત્યા કરી નાખી હતી. જે બાદ આરોપીના કહેવા પર બાળકીની લાશ જંગલમાંથી મળી આવી હતી.

પોલીસે બાળકીના મૃતદેહને કબજામાં લઈ પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધું છે. આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: