આણંદના સોજિત્રાના ખારાકુવા વિસ્તારમાં એક ઘરમાં લગભગ 6 ફૂટ લાંબો મગર રવિવારે સવારે ટોયલેટમાંથી મળ્યો. મગરમચ્છે સવાર સવારમાં ટોયલેટ પર કબજો જમાવી લેતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે સવારે ટોયલેટ જાવ અને તમારા સ્વાગત માટે ટોયલેટમાં ક્રોકોડાઇલ હાજર હોય. આ પ્રકારની ઘટના ગુજરાતના આણંદથી પ્રકાશમાં આવી છે. આણંદના સોજિત્રાના ખારાકુવા વિસ્તારમાં એક ઘરમાં લગભગ 6 ફૂટ લાંબો મગર રવિવારે સવારે ટોયલેટમાંથી મળ્યો. મગરમચ્છે સવાર સવારમાં ટોયલેટ પર કબજો જમાવી લેતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઉદયસિંહ રાઠોડના સ્વામિત્વવાળા ઘરના લોકો પાસે મગરના નિકળવા સુધી કોઇ વિકલ્પ નથી.
ટીઓઆઇના અનુસાર ક્રોકોડાઇલ વિશે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે નજીકના તળાવમાંથી નિકળ્યો હતો. મગરમચ્છની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ઉત્સુક ગ્રામજનો ભેગા થઇ ગયા હતા. ખોડિયાર માતાના મંદિર પાસે આ ઘર સ્થિત છે. રસપ્રદ વાત એ છે કે મગરમચ્છ ખોડિયાર માતાનું વાહન છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે મગરમચ્છનું ખુલ્લેઆમ આવવું કોઇ નવી વાત નથી. ગત વર્ષે પણ આ મંદિરમાં ઘૂસ્યો હતો જ્યાંથી રેસ્ક્યૂ કરી તેને તેના વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.
ભીખાભાઇ રાઠોડે કહ્યું કે વંદેવાડ તળાવ, જે અમારા ઘરની પાછળ છે. તેમાં સુરક્ષા માટે દિવાલ બનાવવામાં આવી નથી. આ મગરો મોટી વસ્તી માટે જાણિતું છે. એટલા માટે અવાર નવાર મગરમચ્છ તળવમાંથી નિકળીને ગામમાં ઘૂસી જાય છે. પછી મલતાજ ગામમાંથી વન વિભાગની ટીમ મગરમચ્છને બચાવવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મલતાજ ગામમાં પણ એક વેટલેંડ છે જે પોતાના સ્વસ્થ મગરમચ્છોની વસ્તી માટે જાણિતું છે. ટીમે મગરમચ્છને પકડવા માટ એક પીંજરું રાખવામાં આવ્યું જેને દોરડાની મદદથી અંદર ખેંચીને પકડી લેવામાં આવ્યો. વન વિભાગના એક અધિકારીએ કહ્યું કે સ્થાનિક લોકો દ્વારા સૂચિત કર્યા બાદ અમે મગરમચ્છને પકડવા માટે ઘટનાસ્થળે પહોંચી. અમે મગરમચ્છને બચાવી લીધો અને તેની સ્થિતિની તપાસ કર્યા બાદ તેને પ્રાકૃતિક ઘરમાં છોડવામાં આવશે.