દેડિયાપાડામાં વ્યાજબી ભાવની દુકાનનો ભ્રષ્ટાચાર
ફરી એકવાર સરકાર માન્ય દુકાનનો ભ્રષ્ટાચાર સામે આવ્યો
અનાજ નહી મળવા લાઇસન્સ રદ કરવા આવેદન
રદ કરવા માટે પ્રાંત અધિકારીને આવેદન
દેડિયાપાડા તાલુકાના વાઘઉંમર,પાનખલા,ચોપડી ગામના સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન રેશનકાર્ડ ધારકોને પુરતુ અનાજ નહી મળવા લાઇસન્સ રદ કરવા માટે પ્રાંત અધિકારી ને આવેદન આપવા મા આવ્યું.
સરકાર માન્ય વ્યાજબી ભાવ ના દુકાન વાધઉંમરના સંચાલક કુમરીયાભાઈ ખાતરીયાભાઇ વસાવા જેઓ સદર દુકાનનુ વર્ષોથી વહીવટ કરે છે .પરંતુ સંચાલક દ્વારા છેલ્લા પાંચ છ વર્ષોથી તમામ રેશન કાર્ડ ધારકોને સરકારી ધારા ધોરણ મુજબ મળવા પાત્ર અનાજ ના આપવાના આક્ષેપ સાથે આવેદન આપવામાં આવ્યું છે છેલ્લા પાંચ છ વર્ષોથી દરેક કાર્ડ ધારકોને માત્ર ૨૦ કીલો ચોખા,૫ કીલો ઘઉ, અને ૧ કીલો ખાંડનું વિતરણ કરે છે અને છેલ્લા એક વર્ષથી કેરોસીન આપવામાં આવ્યુ નથી, સરકાર દ્વારા મફત અનાજ આપવામાં આવેલ તે અનાજ તમામ રેશનકાર્ડ ધારકોને મળેલ નથી તથા રેશન કાર્ડ ધારકો પાસેથી રૂા.૩૫૦/- થી રૂ. ૯૦૦/- સુધી પૈસા લેવામાં આવે છે. સદર તમામ ગામના નવા રેશનકાર્ડ આપવામાં આવેલ છે તેમાં કાર્ડમાં નોંધણી કરવા આવે છે પરંતુ અનાજ નો જથ્થો આપવામાં આવતો નથી. રેશનકાર્ડ ધારકોને અનાજ મળે તેવી કાર્યવાહી કરવા પણ વિનતી કરવામાં આવી છે.
માગણી નહીં સંતોષાય તો આવનારી વિધાનસભા ની ચુંટણીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે.
વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા