Satya Tv News

ઝઘડિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
ભરૂચ એલસીબી દ્વારા દારૂ ઝડપાયો
મોકલનાર અને વેચનાર સામે ગુનો દાખલ કરાવ્યો

ઝઘડિયામાં વિદેશી દારૂની પ્રતિબંધિત અને પરપ્રાંતીય ભારતીય બનાવટની ૭૨૩ નંગ વિદેશી દારૂની બોટલો ૭૨,૩૦૦ ની ઝડપી વિદેશી દારૂ મોકલનાર અને વેચનાર સામે ગુનો દાખલ કરાવ્યો છે.

ઝઘડિયા ટાઉનમાં તથા આજુબાજુના કેટલાક ગામોમાં મોટા પાયે વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ભરૂચ જિલ્લા એલસીબી ટીમ જિલ્લા એલસીબી પીઆઇ ની સુચના મુજબ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ અટકાવવા ઝઘડિયા વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા. પેટ્રોલિંગ દરમ્યાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે ઝઘડિયા ટાઉન વિસ્તારમાં હનુમાન ફળિયામાં રહેતો મુકેશ ઝીણુ રાવળ ગેરકાયદેસર વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી તેના ઘરની બાજુમાં ખુલ્લા મેદાનમાં રાખી ત્યાં સ્થળ પર હાજર છે. બાતમીના આધારે જિલ્લા એલસીબી ટીમે બુટલેગર મુકેશ ઝીણુ રાવળ ના ઘર પાસે ખુલ્લા મેદાનમાં છાપો મારતા મુકેશ રાવળ સ્થળ પર હાજર હોય તેને ઝડપી લીધો હતો, તેના ઘરની બાજુમાં ખુલ્લા મેદાનમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જિલ્લા એલસીબી દ્વારા ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની કુલ ૭૨૩ નંગ બોટલો જેની કિંમત રૂપિયા ૭૨,૩૦૦ જપ્ત કરી હતી. ઝડપાયેલ બુટલેગર મુકેશ રાવળની પૂછતાછ કરતા તેણે આ પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોતાના આર્થિક ફાયદા માટે વેચાણ કરવા લાવેલ અને આ મુદ્દામાલ સતીશ ચંદુ વસાવા રહે નવાગામ કરાવેલ તા. અંકલેશ્વર આપી ગયેલ હોવાનું જણાવ્યું હતું. જિલ્લા એલસીબી ટીમે (૧) મુકેશ ઝીણું રાવળ રહે. ઝઘડિયા (૨) સતીશ ચંદુ વસાવા રહે. નવાગામ કરાવેલ તા. અંકલેશ્વર નાઓ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વિડિઓ જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા

error: