વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી -ગુજકોસ્ટ,ગાંધીનગર દ્વારા સાયન્સસીટી, અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના નેશનલ સાયન્સ સેમિનારમાં લાયન્સ સ્કૂલ અંકલેશ્વરના સવાણી ક્રિન્સ વિનોદભાઈએ પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર- જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના માધ્યમથી,માર્ગદર્શક શિક્ષક રાજવીબેન પારેખના માર્ગદર્શન હેઠળ સેમિનારના વિષય :ટકાઉ વિકાસ માટે મૂળભૂત વિજ્ઞાન-પડકારો અને સંભાવનાઓ પર પોતાનું ઉત્તમ પ્રેઝન્ટેશન આપી સમગ્ર ગુજરાતમાં રાજ્યકક્ષાએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી શાળા તેમજ સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ રોશન કરી પોતાના પરિવાર અને શાળાને ગૌરવ અપાવ્યું છે તે બદલ પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર -જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ભરૂચ તરફથી ચેરમેન કીર્તિબેન જોશી,કો ઓર્ડીનેટર કેશા પ્રજાપતિ અભિનંદન સહ શુભેચ્છા પાઠવે છે.