Satya Tv News

ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. વરસાદના કારણે મેચ મોડી શરૂ થે. ત્યારે ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તો સાઉથ આફ્રિકાએ આજે પણ પોતાની ટીમનો કેપ્ટન બદલાવ્યો છે. આજે કેશવ મહારાજની જગ્યાએ ડેવિડ મિલર કેપ્ટનશિપ કરી રહ્યો છે.

2010 પછી ભારતીય ટીમ પોતાની ધરતી પર સાઉથ આફ્રિકાની સામે એક પણ વન-ડે સિરીઝ જીતી શક્યું નથી. 2010ની સિરીઝમાં ટીમ ઈન્ડિયાને 2-1થી જીત મળી હતી. તો આ પછી 2015માં રમાયેલી 5 મેચની સિરીઝમાં ભારતને 3-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.

12 વર્ષ પછી ટીમ ઈન્ડિયાને સિરીઝ જીતવાની તક છે. મુકાબલાની પહેલા બન્ને ટીમની પ્લેઇંગ-11 શું હોય શકે છે, પિચ કેવી રહેશે અને વાતાવરણ કેવું રહેશે, આ બધું જ જાણો

રાંચીમાં રમાયેલી બીજી વન-ડે મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતે 279 રનનો ટાર્ગેટ 45.5 ઓવરમાં જ પાર પાડી લીધો હતો. શ્રેયસ અય્યરે 111 બોલમાં 113* રન ફટકાર્યા હતા. તો ઈશાન કિશને 84 બોલમાં 93 રન ફટકાર્યા હતા.

સાઉથ આફ્રિકાએ 50 ઓવરમાં 7 વિકેટે 278 રન કર્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ એડન માર્કરમે 89 બોલમાં 79 રન ફટકાર્યા હતા. તો રિઝા હેનરિકે 76 બોલમાં 74 રન કર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ મોહમ્મદ સિરાજે 10 ઓવરમાં 1 મેડન સાથે માત્ર 38 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની પિચ બેટરો માટે અનુકુળ હોય છે. આ પિચ પર બોલ આસાનીથી બેટ પર આવે છે. તેવામાં અહીં મોટો સ્કોર જોવા મળી શકે છે. પિચ ઉપર ઉછાળ પણ સારો થતો હોય છે. અને સાથે જ મેચ આગળ વધતા સ્પિનર્સને મદદ મળી શકે છે.

એટલે જે પણ ટીમ ટૉસ જીતશે, તે પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કરશે. સાંજ પડતા ઝાકળ પણ પડી શકે છે. એટલે બોલ સ્કિડ કરી શકે છે. અને બોલિંગ કરવી અઘરી પડી શકે છે.

દિલ્હીનું વાતાવરણ મેચમાં મોટો રોલ પ્લે કરશે. છેલ્લા 3-4 દિવસોથી દિલ્હીમાં ઘણો વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને આવું થયું તો, મેચ રદ્દ પણ થઈ શકે છે.

મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ ઉપરાંત લાઇવ સ્ટ્રીમિંગ એપ હોટ સ્ટાર એપ પરહ જોઈ શકો છો. સાથે જ દિવ્ય ભાસ્કર એપ પર તમે મેચ વિશેની જાણકારી, લાઇવ અપડેટ્સ અને રેકોર્ડ્સ એપ પર જોઈ શકો છો.

error: