ધાર્મિક વિધિવિધાનમાં બહુ માનતા વેપારી પરિવારની અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવ્યો : યુવકોની વાતમાં આવી ફરિયાદ પણ ના કરી
મુંબઈના ભાયખલા નજીક મઝગાવમાં વેપારીનાં ઘરેથી જીન દાગીના અને રોકડ ચોરી જતો હોવાનું જુઠ્ઠાણુ ચલાવીને અંદાજે રૃા. ૪૦ લાખની માલમત્તાની ચોરી કરવામાં આવી હતી. આ મામલામાં સુરતના ત્રણ યુવકની પોલીસે ધરપકડ કરી છે. આ યુવકોએ વેપારીની અંધશ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવી કટકે કટકે આ મત્તા તફડાવી હતી.
મઝગાવમાં મ્હાતાર પખાડી ખાતે રહેતા ૪૦ વર્ષીય અબ્દુલકાદરફરિયાદીના ઘરમાંથી ગત ફેબુ્રઆરીથી મે મહિના દરમિયાન રૃા. ૨૬.૧૩ લાખના દાગીનાની ચોરી થઇ હતી. પરંતુ વેપારીનો પરિવાર વિધિવિધાનોમાં માનતો હતો. તેનો લાભ લઈ આરોપીની સંબંધી કિશોરીએ ફરિયાદીને ભોળવીને જણાવ્યું હતું કે તમારા ઘરમાં કોઈ જીન છે જે દાગીના અને રોકડ ચોરી જાય છે. આ વાત પર વિશ્વાસ કરીને વેપારીએ પોલીસને ચોરીની ફરિયાદ કરી નહોતી પણ ઘરમાંથી ફરી ચોરી થતા છેવટે પોલીસમાં કેસ દાખલ કર્યો હતો.
જોકે, ગત ૨૩થી ૨૪ સપ્ટેમ્બર દરમિયાન વેપારી અબ્દુલકાદરના ઘરમાંથી અજાણ્યા આરોપીએ અંદાજે રૃા. ૪ લાખના સોનાના દાગીના અને રૃા. ૧૦ લાખ ચોરી થઈ હતી. આ વખતે વેપારી પરિવારને મામલો કોઈ જુદો હોવાની ગંધ આવી હતી અને તેમણે ફરિયાદ કરી હતી.
પોલીસે કેસ નોંધી તપાસ ચાલુ કર્યા બાદ તમામના નિવેદનોના આધારે ગણતરીના કલાકમાં કેસ ઉકેલીને સુરતના બેગમપુરાના હુસેન પત્રાવાલા (ઉં.વ.૧૯), હુસેન બૉમ્બેવાલા (ઉં.વ.૨૨), અબ્બાસ અત્તારી (ઉં.વ.૨૨)ની ધરપકડ કરી છે એમ ભાયખલા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ચિમાજી આઢાવે જણાવ્યું હતું ક
આરોપીઓ પાસેથી ચોરી કરાયેલી સંપૂર્ણ માલમત્તા જપ્ત કરવામાં આવી છે.