Satya Tv News

જેસર તાલુકાના ઈટીયા ગામે જમીનના શેઢા બાબતે ખુની ખેલ ખેલાયો હતો. કુવાડીના ધા ઝીકી મુળુભાઈ કામળિયાની હત્યા કરવામાં આવી સાથે જ તેમના દીકરાને પણ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

જેસર તાલુકાના ઈટીયા ગામે જમીનના શેઢા બાબતે ખુની ખેલ ખેલાયો હતો. કુવાડીના ધા ઝીકી મુળુભાઈ કામળિયાની હત્યા કરવામાં આવી સાથે જ તેમના દીકરાને પણ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત વાસુરભાઈ કામળિયાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. બનાવની પ્રાથમિક વિગતો મુજબ માલ ઢોરને લઈ વાડીમાં ચરવા માટે પહોંચતા ઉગ્ર ઝઘડો થયો હતો.

કરપીણ હત્યા નીપજાવનાર કુલ આઠ લોકો વિરુદ્ધ જેસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

error: