અંકલેશ્વર તાલુકામાં નવા 4100 મતદારો નોંધાયા
ચુંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ
વિધાનસભાની ચૂંટણીમાં કુલ 2,50,285 મતદારો મતદાન કરી શકશે
અંકલેશ્વર તાલુકામાં પુરુષ મતદારોમાં નવા 1901 મતદારો નોંધાયા તો સ્ત્રીઓમાં 2192 નવા મતદારો ઉમેરાયા છે. જ્યારે ત્રીજી જાતિમાં 23 મળીને કુલ 2,50,285 મતદારો નોંધાયા છે.
આગામી સમયમાં આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારત ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં 12મી ઓગસ્ટ-2022થી 11મી સપ્ટેમ્બર-2022 દરમિયાન મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દરેક જિલ્લાઓમાં મતદાર યાદી સુધારણા સહિત નવા યુવા મતદારોએ પોતાના નામો નોંધાવ્યા હતાં. સમગ્ર રાજ્યમાં યોજયેલા મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ 10મી ઓકટોબર, 2022ના રોજ ભારત ચૂંટણી પંચ દ્વારા આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ મતદારયાદી અનુસાર રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે.
જ્યારે વાત કરીએ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની તો તેમાં ભારત ચૂંટણી પંચે જાહેર કરેલા નવી મતદાર યાદી મુજબ આ 2022માં વર્ષે 1,30,560 પુરૂષ મતદારો નોંધાયા, જેમાં 2017 બાદ 2022માં નવા 1901 નવા યુવા મતદારો નોંધાયા છે. સ્ત્રી મતદારોમાં 1,19,702 નોંધાતા 2192 નવી મહિલા મતદાર નોંધાઇ છે. જ્યારે વાત કરીએ ત્રીજી જાતિની તો તેમાં પણ 2017 બાદ આ વર્ષ 23 થતાં નવા 7 મતદાર નોંધાયા છે. આ બધા મળી 2022ની નવી મતદાર યાદી મુજબ અંકલેશ્વર તાલુકામાં કુલ 2,50,285 મતદારો નોંધાતા કુલ 4100 નવા મતદારો નોંધાયા છે. જોકે ચાલુ વર્ષે 2022માં 10 નવા પોલિંગ સ્ટેશનનો વધારો થતાં 257 નવા પોલિંગ સ્ટેશનનો નોંધાયા છે. જયારે 132 પોલિંગ સ્ટેશન લોકેશન ઉમેરાયા છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર