Satya Tv News

સુરતથી રાજકોટ જવા AC બસનું ભાડું રૂ.1500 વસુલાય છે. સુરત-ભાવનગર AC બસનું ભાડું રૂ.2000 હજારે પહોચ્યું છે. સાથે સુરતથી ભાવનગર જવા માટે નોન AC બસનું ભાડું 1400 રૂપિયા વસુલવામાં આવી રહ્યું છે. જ્યારે સુરતથી ઈન્દોર જવા માટે એસી બસનું ભાડુ રૂ.3000 છે. તો નોન AC બસનું ભાડું 2000 વસુલાય રહ્યું છે.

તહેવારોની સિઝન દરમિયાન રાજ્ય માર્ગ પરિવન વિભાગ દ્વારા વધારાની બસો દોડવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી તહેવારોમાં મુસાફરોને કોઈ પણ જાતની હાલકી ભોગવવી ન પડે. આગામી દિવાળીના તહેવારમાં પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે એસ.ટી નિગમ દ્વારા વધારાની 2300 બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

error: