રાજકોટના જસદણના માધવીપુર ગામે આવેલ ગ્રામપંચાયત નજીક જૂની અદાવતને લઇને બે જૂથ વચ્ચે હથિયારો સહિત છૂટાહાથે મારામારી થતા બન્ને પક્ષે 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલામાં ઘવાયેલા 10 ઈજાગ્રસ્તોને જસદણની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
માધવીપુર ગામે રહેતા એક યુવકે આજથી 12 વર્ષ પહેલા ગામની જ એક દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેનો ખાર રાખી બુધવારે સાંજના સુમારે બંને પરિવારો એકબીજા પર તીક્ષ્ણ હથિયારો સાથે તૂટી પડ્યા હતા. નોંધનીય છે કે, 12 વર્ષ અગાઉના આ પ્રેમ પ્રકરણમાં 2 પરિવારો વચ્ચે આ મારામારી થઇ હતી. જેમાં પરિવારના 3 સભ્યો સહિત કુલ 7 લોકોને ઈજા પહોંચતા તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.