આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ આવતી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ આવતી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ 16 અને 17મી ઓક્ટોબરે ભાવનગર, મહેસાણા અને ડીસામાં જનસભાને સંબોધિત કરશે.
ચૂંટણી પંચે શુક્રવારે (14 ઓક્ટોબર) હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. રાજ્યમાં 12 નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. સી-વોટરે હિમાચલ પ્રદેશની ચૂંટણીને લઈને એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ કર્યો છે. આજના સર્વેમાં ભૂલનું માર્જિન માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે. 1 થી 14 ઓક્ટોબર વચ્ચે યોજાયેલા આ ઓપિનિયન પોલમાં 6,245 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે.
આ સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે હિમાચલમાં કોને કેટલી બેઠકો મળશે ? આ સવાલના જવાબમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. સર્વે મુજબ ભાજપને રાજ્યમાં 38-46 બેઠકો મળવાની આશા છે. કોંગ્રેસને 20-28 અને આમ આદમી પાર્ટીને 0-1 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે અન્યને 0-3 બેઠકો મળી રહી છે.