કેરળના પથાનામથિટ્ટા જિલ્લામાં કથિત નરબલિના મામલે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ઘટનાક્રમની તપાસ કરી રહેલી SIT હવે આરોપીના ગામ એલંથૂરમાં જમીનનુ ખોદકામ કરશે જેથી જાણ થાય કે ત્યાં અન્ય મૃતદેહ દાટેલા છે કે નહીં? પોલીસ સૂત્રો અનુસાર તેમને શંકા છે કે બે મહિલાઓ સિવાય અન્ય મહિલાઓની પણ હત્યા કરી દેવાઈ છે. મુખ્ય આરોપી મોહમ્મદ શફી એક સાઈકો રેપિસ્ટ અને કિલર છે. જે માત્ર મહિલાઓને ટાર્ગેટ કરે છે. છેલ્લા પાંચ વર્ષમાં ગાયલ થયેલી 26 મહિલાઓની ફાઈલ પણ ફરીથી ઓપન કરાઈ છે.
SITએ અત્યારે બે મહિલાઓની હત્યાના આરોપમાં મોહમ્મદ શફી અને ડોક્ટર ભગવલ સિંહ અને તેમની પત્ની લૈલાની ધરપકડ કરી છે. જે બે મહિલાની હત્યા કરી દેવાઈ છે તેમની ઓળખ પદ્મા અને રોસેલિન તરીકે થઈ છે. એસઆઈટીના એક અધિકારીએ કહ્યુ કે સતત પૂછપરછ બાદ તેમને શંકા છે કે વધુ હત્યાઓ થઈ છે.
SIT સૂત્રોના જણાવ્યા અનુસાર કેસમાં મુખ્ય આરોપી મોહમ્મદ શફી સાઈકો કિલર અને રેપિસ્ટ છે. સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવીને પહેલા તે મહિલાઓ સાથે મિત્રતા કરતો હતો અને પછી કોઈ પણ પ્રકારની લાલચ આપીને પહેલા રેપ અને બાદમાં હત્યા કરીને મૃતદેહના ટુકડા કરી દેતો હતો. સૂત્રોનુ કહેવુ છે કે શફીએ વધુ હત્યા કરી હશે એવી શંકા છે.
શફીને અજીબ શોખ હતો. તે પીડિત મહિલાઓની હત્યા કરીને તેમના પ્રાઈવેટ પાર્ટ્સ કાપીને કાઢી લેતો હતો અને પોતાની પાસે રાખી લેતો હતો. ભોગ બનેલી બંને મહિલાઓ સાથે તેણે આવુ જ કર્યુ. પોલીસ અધિકારીઓએ જણાવ્યુ કે આરોપીના ગામમાં જુદી-જુદી જગ્યાએ ખોદકામ માટે એક્સપર્ટ ડોગ સ્કવોડની મદદ લેવામાં આવશે. અગાઉ એસઆઈટીની ટીમે શફીના કોચ્ચિ સ્થિત ઘર અને હોટલમાં દરોડા પાડ્યા હતા.