ખરોડ ગામ પાસે આવેલ એક્ષલ હોટલ નજીક ટ્રક ચાલકે બાઈક સવાર યુવાનને ટક્કર સારવાર મળે તે પહેલા તેનું કરુણ મોત નીપજ્યું
અંકલેશ્વર હાઇવે ઉપર ખરોડ ગામ પાસે આવેલ એક્ષલ હોટલ નજીક ટ્રક ચાલકે બાઈક સવાર યુવાનને ટક્કર સારવાર મળે તે પહેલા તેનું કરુણ મોત નીપજ્યું હતું. મૂળ અમરેલી અને હાલ અંકલેશ્વરની વાલિયા ચોકડી સ્થિત રવિકિરણ કોમ્પ્લેક્ષમાં રહેતા હાર્દિક અરવિંદ ઠુમ્મરનો પિતરાઈ ભાઈ પંજક વજુ ઠુમ્મર મહારાષ્ટ્રથી બાઈક નંબર-જી.જે.૦૫.એમ.એસ.૧૮૧૭ લઇ પોતાના વતન ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન સુરતથી અંકલેશ્વર જવાના હાઇવે ઉપર ખરોડ ગામ પાસે આવેલ એક્ષલ હોટલ નજીકથી પસાર થઇ રહ્યો હતો તે વેળા પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક નંબર-એચ.આર.૩૮.એક્ષ.૨૫૮૫ના ચાલકે બાઈક સવારને ટક્કર મારી તેને બાઈક સાથે ઘસડી ગયો હતો આ અકસ્માતમાં પંજક ઠુમ્મરને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેને ૧૦૮ સેવાની મદદ વડે અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.