પૂર્વ વિસ્તારમાં દિન પ્રતિદિન ગૃહકલેશના કિસ્સા વધી રહ્યા છે, નિકોલ વિસ્તારમાં પતિ જમી રહ્યા બાદ થાળી સાસુંએ ઉપાડતા તકરાર થઇ હતી. જેમાં વહુને પકડી રાખીને સાસરીયાએ માર મારતા મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો. નિકોલ પોલીસે પતિ સહિત પરિવારના પાંચ સભ્યો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે નિકોલ વિસ્તારમાં હરિદર્શન ચાર રસ્તા પાસે યશ ફ્લોરા ખાતે રહેતા કિંજલબેહન સંદીપભાઇ પંચાલ (ઉ.વ.૩૦)એ નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિ સંદીપભાઇ બળવંતભાઇ પંચાલ સહિત પરિવારના પાંચ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે, મહિલના જ્ઞાાતિના રિતી રિવાજ મુજબ બાર વર્ષ પહેલા લગ્ન થયા હતા, લગ્નના સાત વર્ષ સુધી સારી રીતે રાખવામાં આવી હતી, બાદમાં ઘર કામમાં નાની નાની બાબતે તકરાર કરીને હેરાન પરેશાન કરવામાં આવતી હતી, પતિ કોઇ કામ ધંધો કરતા ન હતા, પરંતુ સંસાર બગડે નહી માટે મહિલા બધુ સહન કરતી હતી.
ઘરના સામાજિક કામે બહાર ગામ જવાનું હોવાથી તા.૧૪ના રોજ સાંજે ફરિયાદી મહિલા પતિને જમવાનું આપીને બીજા રૃમમાં બેગ કરતી હતી પતિ જમી રહ્યા બાદ સાસુંએ તેમની થાળી ઉપાડતાં પતિ ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો બોલતા હતા જેથી ફરિયાદીએ આવીને ગાળો કેમ બોલો છો તેમ કહેતાની સાથે તકરાર કરીને સાસરીયા દ્વારા મારઝૂડ કરવામાં આવી હતી. બુમાબુમ થતાં સ્થાનિક રહીશો આવી પહોચ્યા હતા આ સમયે ઘરના બધા બહાર જતા રહ્યા હતા, બાદમાં પરત આવીને દિયરે ધક્કો મારતાં મહિલા સ્લાઇડર સાથે અથડતાં કપાળમાં અને આંખે તેમજ આંગળીએ ઇજા થઇ હતી.બીજી તરફ મહિલાને પકડી રાખીને ગડદાપાટુ અને ફંેટોનો માર માર્યા બાદ મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ંમાનસિક તેમજ શારિરીક ત્રાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.