પાલનપુરમાં રહેતો એક યુવક વિજય પરમાર ફાઇનાન્સના વ્યવસાય સાથે જોડાયેલો છે. વિજય પરમારને ડીસમાં રહેતી એક યુવતી લોન કરાવવા માટે કાગળ બતાવવા માટે આવી હતી. આ દરમિયાન યુવતીએ વિજય પરમારને ફસાવવા માટે જાળ પાથરી હતી. વિજય પરમારને મળવા આવેલી યુવતીએ જણાવ્યુ હતું કે, તેના પિતાને હાર્ટ એટેક આવ્યો છે અને ડીસા મુકવા આવવાનું જણાવ્યું હતું. આથી લાગણીમાં આવીને યુવક કારમાં યુવતીને ડીસા મુકવા જવા માટે તૈયાર થયો હતો.
યુવક કારમાં યુવતીને ડીસા મુકવા જઇ રહ્યો હતો, ત્યારે જ રસ્તામાં ચાર શખ્સોએ ગાડી રોકી હતી. આ ચાર શખ્સોએ યુવકને કહ્યું હતું કે, તું અમારી બહેનને ક્યાં લઇ જાય છે? તેમ કહી ધાકધમકી આપી મારામારી કહી હતી. આરોપીઓએ યુવકને બ્લેકમેઇલ કરીને 20 હજાર રોકડા, સોનાની ચેઇન અને 2 ATM કાર્ડ લૂંટી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર મામલે પીડિત યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આમ,અજાણી યુવતીને મદદ કરવી ભારે પડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાલ પોલીસે ફરિયાદને આધારે કોલ ડિટેઇલ અને ફૂટેજના આધારે લૂંટારુ ટોળકીને શોધવા તજવીજ હાથ ધરી છે.