Satya Tv News

શહેરના ચિત્રા માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ ઈન્દીરાનગરમાં ચાર બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. ત્યારે ગંભીર રીતે દાઝી જતાં ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગે ઉપલબ્ધ થતી વિગત અનુસાર ચિત્રા માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલ ઈન્દીરાનગર, મફતનગરમાં આજે રવિવારે રાત્રિના સમયે કિશન ભરતભાઈ મકવાણા (ઉ.વ.૦૫), વિક્રમ ભરતભાઈ મકવાણા (ઉ.વ.૦૭), યુવરાજ વિજયભાઈ મકવાણા (ઉ.વ.૦૫) અને ધુ્રવ વિજયભાઈ મકવાણા (ઉ.વ.૦૬) નામના ચાર બાળકો બોમ્બ ફોડી રહ્યાં હતા. ત્યારે ફટાકડાના ગંજરોપ સળગી ઉઠતાં ચારેય બાળકો મોઢા-હાથ અને શરીરના અન્ય ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં બાળકોના પરિવારજનો અને આસપાસના લોકોએ તાબડતોડ દોડી આવી ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેની જાણ થતાં ૧૦૮ના સ્ટાફે સ્થળ પર પહોંચી ચારેય બાળકોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા.

ઉલ્લેખનિય છે કે, કુમળીવયના બાળકો ફટાકડા ફોડવાની મજા માણી રહ્યા હતા. આ સમયે થોડી બેદરકારી તેમના ભોગનું કારણ બની શકી હોત. ત્યારે માતા-પિતા, વાલીઓ માટે આ ઘટના આંખ ઉઘાડનારી છે. દિવાળી કે તે પહેલા-પછી બાળકો જ્યારે ફટાકડા ફોડતા હોય ત્યારે યોગ્ય અંતરેથી જ ફટાકડા ફોડે અને આવી દુર્ઘટનાથી બચે તે માટે તેમનું ધ્યાન રાખવું જરૂરી બન્યું છે

error: