વિદેશમાં અભ્યાસ કરવા માટે જવાની સૌની ઈચ્છા હોય અને ત્યાંથી સારૂ શિક્ષણ મેળવી સારુ કેરિયર બનાવવાની દરેકની ઈચ્છા હોય છે. ખુશીની જોળી ભરવા ગયેલા મૂળ સુરેન્દ્રનગરના વતની અને આણંદ જિલ્લાના બોરસદમાં સ્થાઈ થયેલા યુવકેનું કનેડામાં નિધન થયું છે. સમગ્ર ઘટના એવી છે કે, કેનેડામાં અભ્યાસ માટે ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યું થયું છે. કેનેડામાં બ્રેઇન સ્ટોક આવતા કર્મીતસિંહ ઝાલા નામના ગુજરાતી યુવકનું મોત થયું છે.
કેનેડામાં અભ્યાસ અર્થે ગયેલા ગુજરાતી યુવકનું મોત થયું છે. બોરસદના રહેવાસી કર્મીતસિંહ ઝાલા નામના યુવકનું મોત બ્રેઇન સ્ટોક આવતા મૃત્યું થયું છે. યુવકના મૃત્યુના સમાચારથી પરિવારને આઘાત લાગ્યો છે કેનેડામાં અભ્યાસ અર્થે ગયેલા કર્મીતસિંહ ઝાલાનું મૃત્યુના સમાચાર સાંભળી કર્મીતસિંહ ઝાલાના પરિવારમાંનો શોકમાં આવી ગયો હતો અને જેમણે સરકારને મદદ માટે પણ અપીલ કરી હતી. યુવકના પરિજનોએ મૃતદેહને ભારત લાવવા ઈચ્છે છે માટે તેઓએ વિદેશમંત્રી પાસે મદદ પણ માગી હતી.
કર્મીતસિંહ ઝાલાના પરિવારજનોએ સરકાર પાસે મદદ માગી હતી કે, કર્મીતસિંહ ઝાલાનું મૃતદેહ ભારત લાવવું છે. સમગ્ર ઘટના બાબતે વિદેશમંત્રી એસ જયશંકરે પણ પરિવારને આશ્વાસન આપ્યું છે. પરિવાર ઘેરા શોકમાં હોઈ વિદેશ મંત્રીના આશ્વાસનથી પરિવારનું મનોબળ વધ્યું છે. વિદેશ મંત્રીના આશ્વાસનથી પરિવાર પુત્રના મૃતદેહને જોવાની ઈચ્છા પૂર્ણ થવાની આશા સેવી રહ્યું છે.