Satya Tv News

1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રોજર બિન્નીને મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના 36મા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ને નવા પ્રમુખ મળી ગયા છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્ટાર અને 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રોજર બિન્નીને મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના 36મા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મુંબઈમાં બીસીસીઆઈની એજીએમમાં તેમની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી. બિન્નીએ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું સ્થાન લીધું છે. 67 વર્ષીય બિન્ની એકમાત્ર એવા ઉમેદવાર હતા જેમણે BCCI પ્રમુખ પદ માટે નોમિનેશન ભર્યું હતું.

મંગળવારે યોજાયેલી BCCIની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.જણાવી દઈએ કે BCCI અધ્યક્ષ પદ માટે 67 વર્ષીય રોજર બિન્ની એકમાત્ર ઉમેદવાર હતા. તેમના સિવાય કોઈએ નોમિનેશન ભર્યું નહતું. રોજર બિન્નીને બિનહરીફ BCCIના નવા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. હોદ્દેદારોની આ ચૂંટણી માત્ર ઔપચારિકતા હતી

રોજર બિન્ની કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે પણ હવે તેઓ બીસીસીઆઈ પ્રમુખ બનતાની સાથે જ આ પદ છોડી દેશે. બિન્ની એમના સમયના મિડીયમ પેસ બોલર રહ્યા છે અને એમને 1983ના વર્લ્ડ કપમાં 8 મેચ રમી જેમાં 18 વિકેટ ઝડપી હતી.

રોજર બિન્ની 1979-87 દરમિયાન ભારત માટે 27 ટેસ્ટ અને 72 વન-ડે ઈન્ટરનેશનલમાં ભાગ લીધી હતો. એમને વર્ષ 1979માં પાકિસ્તાન સામે બેંગ્લોર ટેસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી. જણાવી દઈએ કે બિન્નીએ પોતાની ટેસ્ટ ક્રિકેટણઆ કરિયરમાં 3.63ની એવરેજથી 47 વિકેટ લીધી હતી અને વન-ડે ઈન્ટરનેશનલમાં 29.35ની એવરેજથી 77 વિકેટનો રેકોર્ડ છે. આ સિવાય ટેસ્ટમાં 830 રન અને વન ડેમાં 629 રન બનાવ્યા હતા.

error: