Satya Tv News

ખેડામાં અસામાજિત તત્વો બેફામ બન્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ખેડાના નડિયાદમાં યુવતીને એસિડ એટેકની ધમકી મળી છે. યુવતીને ધમકી મળી છે કે, રીલેશનશીપમાં નહીં રહે તો એસિડ એટક કરીશ તેવી ધમકી મળી છે. પોલીસનો કડક વલણ હોવા છતા આ રોમિયોગીરી કરનારોમાં ખોફ જ ન હોય તેવી ઘટના સામે આવી છે. અસામાજિક તત્વો દિવસેને દિવસે વઘતા જતા હોય તેવું આવા કિસ્સા પરથી જાણી શકાય છે.

નડિયાદમાં યુવતી શિક્ષિકા એક્સરસાઇઝ માટે જીમ જતા ઘટના બની છે. શિક્ષિકા જીમમાં એક્સરસાઇઝ કરવા જતાં જીમ ટ્રેનર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ યુવતીને જાણ થઈ કે જેની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો તે જીમ ટ્રેનર પરણિત હોવાની જાણ થતા યુવતીએ પ્રેમ સંબંધ પૂર્ણ કર્યો હતો. જે પ્રેમ સંબંધ પૂરા કર્યા બાદ પણ યુવતીને જીમ ટ્રેનર દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું કે, મિત્રતાના સંબંધ રાખ તેમજ જીમ ટ્રેનરનો ત્રાસ વધતાં યુવતીએ ત્રણ જેટલા મોબાઈલ નંબરો પણ બદલ્યા હતા. જે બાબતે યુવતીને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવતા તેમજ વિકૃત મગજના જીમ ટ્રેનર દ્વારા ધમકી આપવામાં આવી હતી કે, રીલેશનશિપમાં નહી રહે તો હું એસિડ એટેક કરીશ. જે સમગ્ર ઘટના બાદ યુવતીએ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં જીમ ટ્રનર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

નડિયાદમાં યુવતીને એસિડ એટેકની ધમકી આપનાર જીમ ટ્રેનરની વિકૃત માનસિકતા યુવતીને પ્રેમ સંબંધ પૂર્ણ થતા થયો હતો. શિક્ષિકા જીમમાં એક્સરસાઇઝ કરવા જતાં જીમ ટ્રેનર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમ સંબંધ બંધાયા પછી યુવતી ખબર પડી હતી કે જીમ ટ્રેનરના લગ્ન થઈ ગયેલા છે ત્યાર બાદ તેણે પ્રેમ સંબંધ પૂર્ણ કર્યા હતા. જીમ ટ્રેનરે યુવતીને સંબંધમાં રાખવા માટે સતત દબાણ કરતા તેની વિકૃત માનસિકત છતી થઈ હતી. તેમજ યુવતીને જીમ ટ્રેનેર એસિડ એટેકની ધમકી પણ આપી છે.

error: