Satya Tv News

સુરતમાં માનસિક બીમારના પરિવારની પોલીસે શોધ કરી
ત્રણ દિવસ પોલીસ સ્ટેશનમાં સાચવવાવમાં આવ્યા
જાગૃત નાગરિકે કંટ્રોલમાં જાણ કરી હતી
પરિવારે પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી

સુરતના યોગીચોક વિસ્તારમાં માનસિક રીતે બીમાર વ્યક્તિ ભૂલી પડી ગઈ હતી. પરિવારના બે સભ્યોના નામ સિવાય તેને કશું જ યાદ નહોતુ. જેથી પોલીસ દ્વારા તેને પીસીઆર વનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.બાદમાં પરિવારની જાણ થતા તેનો મિલન કરાવવામાં આવ્યુ હતુ. પોલીસની પ્રશંસનીય કામગીરીને લઈને પરિવારે પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

જાગૃત નાગરિક ડો.સંદીપભાઇનાઓએ સુરત કંટ્રોલરૂમના 100 નંબર પર કોલ કરી જણાવ્યું એક અસ્થીર મગજના ઇસમ યોગિયોક સીટી સેંટર પાસે ભુલા પડેલ છે. જે બાબતે કંટ્રોલરૂમના કોલ આધારે સરથાણા પોલીસ સ્ટેશનની PCR વાન-8ના ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલ દિલિપભાઇ ધનસિંગનાઓ સ્થળ પર જઇ સદર ઇસમને પોલીસ સ્ટેશન ખાતે લાવી PCOને સોપેલ અને સદર ઇસમ અસ્થીર મગજના હોય જેઓ પોતાનુ નામ પ્રવિણભાઇ નાગજીભાઇ ઢોલરીયા તેમજ તેઓના ભાઇનું નામ દિલિપભાઇ નાગજીભાઇ ઢોલરીયા રહે,સુરત શહેર સિવાય કોઇનુ નામ જાણતાના હોય સદર ઇસમને જોડે રાખી શોધખોળ કરેલ પરંતુ તેઓના ભાઇ વિશે કોઇ માહિતી મળેલ નહીં.

જેથી આ યુવકને પોલીસ સ્ટેશન ખાતે ત્રણ દિવસ સુધી સાચવેલ અને સરથાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. VL પટેલના માર્ગદર્શન હેથળ સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરી તેના મુળ વતનના ગામનું નામ નડાળા જિલ્લો અમરેલી હોવાનુ જાણવા મળતા યુવકના નામ-ઠામ તેમજ તેઓના ભાઇનુ નામ-ઠામ જણાવી તેઓના ગામ ખાતે ખરાઇ કરાવી સુરત ખાતે રહેતા તેઓના સંબંધી ગોબરભાઇ નાઓનો સંપર્ક કર્યો હતો યુવકના ભાઇને પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી ભુલા પડનાર પ્રવિણભાઇ નાગજીભાઇ ઢોલરીયા નુ તેઓના પરીવાર સાથે દિન-ત્રણ પો.સ્ટે.ખાતે સાચવ્યા બાદ મિલન કરાવી માનવીય અભિગમ દર્શાવી કામગીરી કરી હતી.

વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે સત્યા ટીવી સુરત

error: