Satya Tv News

સુરતમાં પોલીસની સરપ્રાઈઝ વ્હીકલ કોમ્બિંગ ડ્રાઇવ
કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે વેહિકલ કોમ્બિંગ ડ્રાઇવ યોજી
ધૂમ સ્પીડમાં બાઈક ચલાવનારાઓ સામે પોલીસની લાલઆંખ

સુરત પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પોલીસ દ્વારા મોડી રાત્રે રસ્તાઓ પર બેફામ રીતે ધૂમ સ્ટાઈલમાં વાહન ચલાવનારાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી.

આવનાર દિવાળી તહેવારને લઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસ જુદા જુદા પ્રકારની શહેરમાં કામગીરી કરી રહી છે. જે અંતર્ગત ગત મોડી રાત્રે સુરત સીટી પોલીસ દ્વારા જુદા જુદા ચાર પોલીસ મથકના હદ વિસ્તારોમાં વ્હીકલ કોમ્બિંગ ડ્રાઈવ યોજી હતી.સુરતના ઉમરા, અલથાણ, અઠવા અને વેસુ પોલીસ સ્ટેશનના જુદા જુદા મુખ્ય પોઇન્ટ્સ પર પોલીસના ઉચ્ચ અધિકારી સહિતના કાફલા સાથે રસ્તા પર સ્પેશિયલ વ્હીકલ ડ્રાઇવ કરવામાં આવી હતી.પોલીસે આવનાર દિવાળીના તહેવારને અનુસંધાને સરપ્રાઇઝ વ્હીકલ કોમ્બિંગ કર્યું હતું.શહેરમાં કાયદો વ્યવસ્થા યોગ્ય જળવાઈ રહે રહે તે માટે આ કામગીરી કરાવી હતી.

વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે સત્યા ટીવી સુરત

error: