Satya Tv News

પતિ-પત્નીના ઝઘડાના અનેક અવનવા કિસ્સા સાંભળવા મળતા હોય છે, પણ બ્રિટનના વોસ્ટરશાયરના પતિ-પત્નીના અણબનાવનો કિસ્સો ચોંકાવનારો છે. અહીં પતિએ પત્નીની ઘરકામમાં મદદ કરવાની ના પાડતા પત્નીએ પતિ સામે બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો.

અવારનવાર થતા ઝઘડાઓથી કંટાળીને બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો. બ્રિટનની વોસ્ટરશાયર કોર્ટમાં તેમના ડિવોર્સ કેસની સુનાવણી દરમિયાન વાત સામે આવી કે શેરોનનું અફેર ચાલતું હતું, જે તેણે સ્વીકાર્યુ પણ હતું. આ કારણે જ ડેવિડે તેનાથી અલગ રહેવાનું નક્કી કર્યું હતું અને તે બીજા ઘરે રહેવા જતો રહ્યો હતો.

ગત વર્ષે, શેરોને ડેવિડને ગાળાગાળીના અનેક મેસેજ કર્યા હતાં અને ઘરકામમાં મદદ કરવા મુદ્દે ધમકી આપી હતી. તેણે ડેવિડને નોકરી છોડી અને તેને ઘરકામમાં મદદ કરવા કહ્યું હતુ. જો તે નોકરીના છોડે તો તેની ઉપર પોલીસ કેસ કરવામાં આવશે તેવી ચીમકી પણ તેણે ઉચ્ચારી હતી.

લંડનના એક દૈનિકના રિપોર્ટ અનુસાર, માર્ચથી એપ્રિલ વચ્ચે શેરોને ડેવિડને ૨૧૬ મેસેજ કરીને તેને રોબોટિક નાઝી અને બીજા અનેક ઉચ્ચારણો કર્યા હતાં.

સોમવારે કોર્ટે તેનેબ્લેકમેલના આરોપસર દોષિત ઠેરવી હતી અને તેને ૨ વર્ષ અને ૩ મહિનાની સજા સંભળાવી હતી. પણ જેવી કોર્ટે તેને સજા સંભળાવી તે ધુ્રસ્કે-ધુ્રસ્કે રડવા લાગી હતી. ત્યારબાદ કોર્ટે તેની સજા નિરસ્ત કરી નાખી હતી અને તેને ૩૦ દિવસ સુધારણા કેન્દ્રમાં મોકલવાનો આદેશ કર્યો હતો. આ પહેલા શેરોને કોર્ટમાં જુબાની આપી હતી કે, એક દિવસ તે પોતાની નોકરીના સ્થળે રડતી-રડતી પહોંચી હતી અને તેના બોસને ફરિયાદ કરી હતી કે, તેનો પતિ વર્ષોથી તેની સાથે રેપ છે. તેની વાતને સાચી માનીને તેના બોસે તેને પોલીસ ફરિયાદ કરવાનું સુચન આપ્યું હતું.

error: