Satya Tv News

દુનિયાના ટોપ ફેસ્ટમેનમાં જેમનો સામાવેશ થાય તેવા પાકિસ્તાનની કેપ્ટન બાબર આઝમ અને નંબર વન ગણાતા ટી-20 બેસ્ટમેન મોહમ્મદ રિઝવાન ભારત સામેના મુકાબલામાં ફ્લોપ સાબિત થયા છે. પાવર પ્લેમાં જ બંને ઝટકો આપ્યો. ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી છે. બીજી જ ઓવરમાં અર્શદીપ સિંહે બાબર આઝમને ગોલ્ડન ડક કર્યું છે.

પાકિસ્તાની કેપ્ટન ખાતુ ખોલાવ્યા વગર જ પહેલા જ બોલ પર પેવેલિયન પરત ફર્યો છે. અંદર તરફ આવી રહેલી બોલે બાબરને ચકમો દઈ ગઈ હતી. જે બાદ પાકિસ્તાની ટીમ આ ઝટકામાંથી તો બહાર નીકળી જ ન હતી કે ચોથી ઓવરમાં અર્શદીપે બીજા ઓપનર એટલે કે ઈન ફોર્મ મોહમ્મદ રિઝવાનને પણ જાળમાં ફસાવી દીધો હતો. આ રીતે પાકિસ્તાનનો સ્કોર 4 ઓવરમાં બે વિકેટ ગુમાવીને માત્ર 15 રન થયો હતો.

મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમની જોડી 2021માં UAEમાં રમાયેલા છેલ્લી વર્લ્ડ કપથી તેઓ સારા સાબિાત થઈ રહ્યા છે. બંને ખેલાડીઓ લગભગ દરેક મેચમાં 50થી વધુ બનાવે જ છે. અમ્પાયરના LBWના નિર્ણય પર બાબર આઝમે નિર્ણય રિવ્યુ લીધો હતો, તેમા પણ તેને નિરાશા જ મળી હતી. આમ પણ ભારત સામે બાબર આઝમનો રેકોર્ડ ખરાબ રહ્યો છે.

ટી20 વર્લ્ડ કપની મેચ પહેલાં બંને ટીમો પોતાના દેશનાં રાષ્ટ્રગાન ગાઇ રહી હતી. આ સમય દરમિયાન મેલબર્નમાં 1 લાખથી પણ વધુ ક્રાઉડ સામે ખેલાડીઓ ઊભા હતાં. ભારતનું જ્યારે રાષ્ટ્રગાન શરૂ થયું ત્યારે આખું સ્ટેડિયમ પોતાના પગ પર ઊભું હતું. ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓ રાષ્ટ્રગાન ગાઇ રહ્યાં હતાં અને જેવું ગીત સમાપ્ત થવા આવ્યું તેવા રોહિત શર્મા ઇમોશનલ થઇ ગયાં અને પોતાને સંભાળતા કે કંટ્રોલ કરતાં નજરે ચડ્યાં

error: