ગુજરાત ચૂંટણીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 3 દિવસના પ્રવાસ દરમિયાન PM મોદી કરોડોના વિકાસકર્યોની ભેટ આપી અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
PM મોદી 30 ઓક્ટોબરથી 3 દિવસના ગુજરાત પ્રવાસે | વડોદરામાં રોડ શો બાદ લેપ્રસી ગ્રાઉન્ડ પહોંચશે PM મોદી
182 બેઠકો પર ભાજપના સ્નેહમિલન કાર્યક્રમને સંબોધશે
ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોના કેન્દ્રીય નેતાઓના ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે. ઉપરાંત મતદારોને આકર્ષવા કામગીરી સાથે રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. તેવામાં ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી 30 ઓક્ટોબરથી 3 દિવસ સુધી ગુજરાતના મહેમાન બની રહ્યા છે. આ દરમિયાન તેઑ વડોદરા, અમદાવાદ, જાંબુઘોડા, ગાંધીનગર સહીતના વિસ્તારની મુલાકાત લેશે. જેને લઇને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી આરંભી દેવામાં આવી છે.
31 ઓક્ટોબરે સવારે SOU ખાતે રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર 30 ઓક્ટોબરે બપોરે PM મોદી વડોદરા ખાતે પહોંચશે. જ્યાં રોડ શો સહીતના કાર્યક્રમો યોજાશે. વડોદરામાં રોડ શો બાદ લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે PM મોદી ખાનગી ઉદ્યોગ ગૃહના કાર્યક્રમમાં સંવાદ કરશે. આ ઉપરાંત વડોદરાના કાર્યક્રમ સંપન્ન થયા બાદ વડાપ્રધાન કેવડિયા ખાતે જશે. જ્યાં 31 ઓક્ટોબરે સવારે SOU ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં હાજરી આપશે. ત્યારબાદ PM મોદી કેવડિયાથી અમદાવાદ એરપોર્ટ ખાતે આવવા રવાના થશે.