અંકલેશ્વરના જૂની દીવી ગામમાં અજગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટનો માહોલ છવાયો હતો. જેની જાણ ગ્રામજનોએ દયા ફાઉન્ડેશનના જીવદયા પ્રેમીએ મહાકાય અજગરને પકડી પાડી વન વિભાગને હવાલે કર્યો હતો.
અજગર પકડાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો
ગતરોજ રાતે 9 કલાકે અંકલેશ્વરના જૂની દીવી ગામમાં અજગર દેખાતા સ્થાનીકોમાં નાસભાગ મચી જવા પામી હતી. અજગર અંગે જાણ સ્થાનિકોએ દયા ફાઉન્ડેશનના જીવદયા પ્રેમી કમલેશ પટેલને કરી હતી. જેને પગલે જીવદયા પ્રેમીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ રેક્સ્યું ઓપરેશન હાથ ધરી આશરે 9 ફૂંટ લાંબા મહાકાય અજગરને પકડી તેને વન વિભાગને હવાલે કર્યો હતો. વન વિભાગે અજગરનો કબજો મેળવી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. મહાકાય અજગર પકડાઈ જતાં ખેડૂતો સહીત ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.