Satya Tv News

અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ઝેનીથ સ્કુલ પાછળ આવેલ ઘનશ્યામ નગરમાંથી જુગાર રમતા નવ જુગારીયાઓને ૧.૯૮ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઝેનીથ સ્કુલ પાછળ આવેલ ઘનશ્યામ નગરમાં રહેતો ઈશરાકખાન મહેમુદખાન પટેલ પોતાના ઘરમાં બહારથી માણસો બોલાવી જુગાર જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ૮૭ હજાર અને ૧૦ મોબાઈલ ફોન તેમજ બે બાઈક મળી કુલ ૧.૯૮ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુખ્ય સુત્રધાર ઈશરાકખાન મહેમુદખાન પટેલ,મોહમદ ઈસ્માઈલ લાકડાવાલા,મોહસીનખાન ઉર્ફે કાણો મેહમુદખાન પટેલ,ધવલ પાલ અને યોગેશ વાળંદ સહીત નવ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

error: