Satya Tv News

અંકલેશ્વરના સુરવાડી ગામની સામે આવેલા ગાયત્રી નગરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂ.4.95 લાખ મળીને કુલ રૂ. 5.55 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. સમગ્ર બનાવ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરીયાદી પત્ની અને બાળકોને લેવા બહેનના ઘરે ગયા હતા
અંકલેશ્વરના સુરવાડી ગામની સામે આવેલા ગાયત્રી નગર સોસાયટીના મકાન નંબર બી-5 માં નારાયણ ચીમનાજી ચૌધરી રહે છે. તેઓ પ્રોવીઝન સ્ટોર ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 29 ઓક્ટોબરના રાત્રિએ તેઓ પોતાના મકાનને લોક કરીને તેમની પત્ની અને પુત્રીઓને કીમમાં રહેતી પોતાની બહેનના ઘરે લેવા માટે ગયા હતા. આ સમયનો લાભ ઉઠાવીને તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ નકુચો તોડી મકાનમાં પ્રવેશ કરીને મકાનમાં રહેલી તિજોરી તોડીને તેમાં રહેલા સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડ રૂ. 4.95 લાખ મળી કુલ રૂ.5.55 લાખના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

પોલીસે તસ્કરોને ઝડપી પાડવાની કવાયાત હાથ ધરી
જ્યારે બીજા દિવસે સવારે તેઓ ઘરે આવતા મકાનનો નકુચો તૂટેલો જોવા મળતા તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.જેથી તેઓએ ચોરી અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધી હતી. પોલીસે તેમની ફરિયાદ નોંધીને એફએસએલ અને ડોગ સ્કોડની મદદ મેળવીને તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

error: