Satya Tv News

30 ઓક્ટોબરના રોજ રવિવારે ઘટેલી મોરબી દુર્ઘટના ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધું છે.

30 ઓક્ટોબરના રોજ રવિવારે ઘટેલી મોરબી દુર્ઘટના ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધું છે. બરાબર 6:30એ ઝૂલતો પુલ તુટી પડતા 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા અને મિનિટોમાં જ 135 જેટલા લોકોએ ગુમાવી જિંદગી ગુમાવી દીધી. આ ઘટનાના જવાબદાર 9 આરોપીઓને પોલીસે પકડી અને ગઈકાલે નામદાર કોર્ટમાં રજૂ કર્યા હતા અને 4 આરોપીના શનિવાર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.

આ મામલે સરકારી વકીલે જણાવ્યું કે, હાલની તપાસમાં એવું બહાર આવ્યું છે કે, પુલ કેબલ બદલવા માં નથી આવ્યાં, માત્ર ફ્લોરિંગ જ બદલાયું છે. તેમજ ફ્લોરિંગ પણ એલ્યુમિનિયમનું છે એટલે તેના વજનના કારણે પણ કેબલ તુટી ગયા હોય તેવું માની શકાય.મોરબી પોલીસ દ્વારા મુખ્ય 8 મુદ્દા પર રિમાન્ડ માગવામાં આવ્યા હતા જેમાં બે-ત્રણ મુદ્દા મહત્વના હતા. ઓરેવા કંપની મેનેજરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, જેની જવાબદારી પુલના રિનોવેશન અને મેન્ટેનન્સ કરવાની હતી. જેમાં બે અન ક્વોલિફાઈડ લોકોને ફેબ્રિકેશન નું કામ સોંપવામાં આવ્યું હતું. આ પહેલા પણ 2007 અને 2022 બે-બે વાર તમને જ કોન્ટ્રાક્ટ અપાયા છે. હજુ પણ એની પાછળ કેટલા લોકો છે તે જાણવા આ રિમાન્ડ માંગ્યા છે. આ મુદ્દે જયસુખ પટેલ ને લઈને કોઈ ચર્ચા થઈ નથી પણ હાલ તપાસ ચાલી રહી છે. FSL રિપોર્ટ કવરમાં નામદાર કોર્ટ સામે રજૂ થયો છે પણ ખોલવામાં આવ્યો નથી સરકારી વકીલના કહેવા મુજબ જે લોકોની પુલને મેન્ટેનસ અને રીનોવેશન જવાબદારી આપવામાં આવી હતી કે નહીં તે બાબતે તપાસ જરૂરી છે ઉપરાંત પુલ જેના પર ટકેલો હોય છે તે એંકર પિન ૧૨૫ કિલોની છે જ્યારે પુલ પર ૪૦૦ લોકો હતા અને આ પુલ ૧૪૩ વર્ષ જૂનો છે તેના પર પણ ધ્યાન આપવામાં આવ્યું નથી.

error: