દવાઓ પર ક્યુઆર કોડથી નકલી દવાઓનું વેચાણ અટકશે તથા દર્દી દવા અંગે જાત તપાસ પણ કરી શકશે. આ સાથે કેમિસ્ટોને પણ ક્યુઆર કોડથી કામકાજમાં સરળતા રહેશે.
દેશમાં બેફામ રીતે થતા નકલી દવાના વેચાણને અટકાવવા કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 1 જાન્યુઆરી 2023થી દવાઓ પર ક્યુઆર કોડ ફરજિયાત કરી દેવાયો છે. દવાઓ પર ક્યુઆર કોડથી નકલી દવાઓનું વેચાણ અટકશે તથા દર્દી દવા અંગે જાત તપાસ પણ કરી શકશે. આ સાથે કેમિસ્ટોને પણ ક્યુઆર કોડથી કામકાજમાં સરળતા રહેશે. ઉલ્લેખનીય છે કે દવાઓ પર ક્યુઆર કોડ ફરજિયાતના કેન્દ્ર સરકારના નિર્ણયને ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને પણ વધાવ્યો છે.
ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને આ નિર્ણયને વધાવ્યો
સરકારના આ નિર્ણયથી દવાઓની કિંમતોમાં પારદર્શિતા આવશે અને બ્લેક માર્કેટિંગ પર અંકુશ આવશે. તમને જણાવી દઈએ કે, QR કોડ માટે જે દવાઓ પસંદ કરવામાં આવી છે તેમાં પેઇન કિલર, વિટામિન સપ્લીમેન્ટ્સ, બ્લડ પ્રેશર, સુગર અને ગર્ભનિરોધક દવાઓનો સમાવેશ થાય છે.
QR કોડનો શું ફાયદો થશે ?
QR કોડની મદદથી શોધવાનું સરળ બનશે કે તેની રચનામાં ખોટા ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. એટલે કે એ જાણી શકાશે કે આ દવા અસલી છે કે નકલી. આ સિવાય દવાના ઉત્પાદનમાં વપરાતો કાચો માલ ક્યાંથી આવ્યો અને દવા ક્યાં જઈ રહી છે તે પણ QR કોડથી જાણી શકાશે.