8લાખ ટન વિક્રમજનક શેરડીપિલાણનો લક્ષ્યાંક સામે દૈનિક 6000મેટ્રિક ટન દરરોજનું શેરડીનું પીલાણ 180 દિવસ મા પૂરો કરાશે
નર્મદા સુગરમા ચાલુ વર્ષે 1.5 લાખ લીટર કરતાં વધુ ઇથેનોલ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇ અને પોટાશ પણ બનાવશે રાજપીપલા, તારીખ : ૦૨/૧૧/૨૦૨૨
ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન ધારીખેડા ખાતે આવેલ નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા શેરડી પીલાણનો પ્રારંભ નવા વર્ષના પ્રારંભે તા.2નવેમ્બર નો રોજસાધુ સંતો તથા ચેરમેન ઘનશ્યામ પટેલ, વાઇસ ચેરમેન અજયસિંહ પરમાર, એમડી નરેન્દ્રભાઈ પટેલ તેમજ ડિરેકટરોની ઉપસ્થિતિ મા શરૂ થયો હતો . જેમાં ચાલુ વર્ષે સૌથી વધુ વિક્રમજનક 8લાખ ટન શેરડી પીલાણના લક્ષ્યાંક સાથે પ્રારંભ થયો હતો . પૂજનવિધિ સાથેબોઈલર પ્રદીપ્ત કરી શેરડી પીલાણનો પ્રારંભ થયો હતો.
સાચા અર્થમાં ખેડૂતોની જીવાદોરી બનેલ નર્મદા સુગરમા આ વર્ષે પણ 8લાખ ટન વધુ શેરડી પિલાણ થવા જઈ રહ્યું છે.જેમાંથી8 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન થશે. જે રિફાઇન સુગર એટલે કે સલ્ફરને સુગર જેની બજારમાં ખૂબ માંગ છે તેનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે દેશમા ઇથેનોલ બનાવવો. અને દેશને આત્મનિર્ભર બનાવવો. અમે નર્મદા સુગરમાં આ વર્ષે 1.20કરોડ લીટર કરતાં વધુ ઇથેનોલ બનાવવાના છીએ. આ ઈથેનોલ પેટ્રોલમાં મિક્સ કરવામાં ખાસ તો વપરાય છે. જેનાથી વિદેશી હું ડીયામણ બચે છે.જે ખાદ્ય પદાર્થો અને દવાઓ બનાવવામા પણ ઇથેનોલ વપરાશે.
વધુમાં આજે દેશમાં પોટાશની પણ અછત છે. તેથી નર્મદા સુગર ઓર્ગેનિક દાણાદાર પોટાશ બનાવશે.કૂલ 50,000બેગ બનાવશે.જેમાં 50કિલોની 2થી 2.5લાખ બેગ બનાવશે.એ ઉપરાંત દેશને CO2, કાર્બનડાયોક્સાઇની પણ ખૂબ જરૂર છે.તેથી અમે CO2, કાર્બન ડાયોક્સાઇની પણ બનાવશું. જે ઇન્ડસ્ટ્રીમાં તેની ખૂબ માંગ રહે છે. અમે બગાસનું વેચાણ કરીને ખેડૂતોને ઊંચો ભાવ મળે તેવા પ્રયત્ન કરીશું. ખાસ કરીને બગાસ ફાયર ઇન્ડસ્ટ્રીઝમાં, પ્લાયવુડ બનાવવામાં અને બળતણ તરીકે તેની ખૂબ માંગ છે.
જયારે એમ ડી નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે 5500થી 6000મેટ્રિક ટન દરરોજનું શેરડીનું પીલાણનો લક્ષ્યાંક 180થી 185 દિવસ મા પૂરો કરશું. અને બગાસ, મોલાસીસ, પ્રેસમડ ટેક્નિકલ રીતે પિલાણ ઓછા લોસ કરવાનો પ્રયત્ન કરશું.મોલાસીસ ઇથેનોલ બનાવવામાં વપરાય છે. જ્યારે પ્રેસમડ ઓર્ગેનિક બાયો કમ્પોઝ ખાતર બનાવવામાં વપરાય છે. એ ઉપરાંત ચાલુ વર્ષે 200 ગાડા અને 500 ટ્રેક્ટર લારીઓનો ઉપયોગ થશે અને આ કામગીરીમાં 1,0000 થી વધુ કોઇતા સહીત કૂલ 15000લોકોને રોજગારી મળશે.
જયારે નર્મદા સુગરના વાઇસ ચેરમેન અજયસિંહ પરમારે જણાવ્યું હતું કે નર્મદા સુગર એ ભરુચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી છે. છેલ્લા 25 વર્ષથી ઘનશ્યામ પટેલના ચેરમેન તરીકે સફળ સંચાલનથી 38,000હેકટર જમીનમાં શેરડીનું વાવેતર કરી વિક્રમજનક પિલાણ કરી ઉત્તમ ખાંડનું ઉત્પાદન કરી ગુજરાતમા ત્રીજા ક્રમનો સારો ભાવ આપ્યો છે. ગયા વર્ષે 2921 નો સારો ભાવ ખેડૂતોને મળ્યો હતો.આ વર્ષે 10,000 એકરમાં શેરડીનું વાવેતર થઈ ચૂક્યું છે. અને હજી બીજા 8,000 હેક્ટરમાં વાવેતર થશે. આ ફેક્ટરી કાર્યરત થવાથી
બન્ને જિલ્લાના ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું રહ્યું છે. આમ નર્મદા સુગર સાચા અર્થમાં નર્મદા અને ભરૂચના ખેડૂતોની જીવાદોરી બની રહી છે