Skip to main content

Satya Tv News

અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ અંસાર માર્કેટ સામે ત્રિપલ માર્ગ અકસ્માતમાં પાંચ લોકોને ઇજાઓ પહોંચી છે

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અંસાર માર્કેટથી ખરોડ સુધી દિનપ્રતિદિન અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ગતરોજ રાતે અંસાર માર્કેટ સામે બે ટ્રકો વચ્ચે કારનું કચ્ચરઘાણ વળી ગયું હતું અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પાનસો કવાટર્સ ખાતે રહેતો પાર્થ ભરત પરમાર તેઓના મિત્ર ઉમેશ ગણેશ વસાવાની કારમાં સવાર થઈ મિત્ર ગણેશ ઈશ્વર વસાવાને મુકવા માટે અન્ય મિત્ર ભૂમિત રાઠવા,આદિ નેપાળી સાથે તેના ઘરે સંજાલી ગામ ખાતે જતા હતા તે વેળા કાર ગણેશ વસાવા ચલાવી રહ્યો હતો તે દરમિયાન અંસાર માર્કેટ નજીક પાર્કિંગ લાઈટ કે કોઈપણ દિશા સૂચક બોર્ડ વિના ઉભેલા ડમ્પર નંબર – જી.જે.21.ડબ્લ્યુ.8370 માં કાર ધડાકાભેર ભટકાઈ હતી જેને પગલે પાછળ પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે પણ કારને ટક્કર મારતા કારનું કચ્ચરઘાણ વળી ગયું હતું આ અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી ઇજાઓને પગલે ઇજાગ્રસ્તોને રાહદારીઓએ 108 સેવાની મદદ વડે અંકલેશ્વર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ વધુ સારવાર માટે ઉમેશ વસાવા સહિત બે યુવાનોને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: