Satya Tv News

મોરબીમાં બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું છે અને લાલબાગ સ્વિમિંગ પૂલ ખાતે ડાઈવીંગ બોર્ડ જે જર્જરીત હાલતમાં હતું તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના લાલબાગ સ્વિમિંગ પૂલ ખાતે સ્વિમિંગ ડાઈવીંગ બોર્ડ જે જર્જરીત હોવાથી અહીં આવતા તરવૈયાઓ દ્વારા અવર-નવાર રજૂઆતો કરવામાં આવતી હતી, પરંતુ કોઈ ધ્યાન આપતું ન હતું. જોકે મોરબીની દુર્ઘટના બાદ ગુજરાત સરકારના આદેશ મુજબ સલામતીના ભાગરૂપે જર્જરીત ડાઈવીંગ બોર્ડ દૂર કરવા અને નવું બનાવવાની મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક મંજૂરી મળતા તારીખ 2 થી લાલબાગ સ્વિમિંગ પૂલ બંધ કરી દેવામાં આવ્યો છે. કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ સ્વિમિંગ પૂલ બંધ રહેશે. દરમિયાન અહીંના જે તરવૈયાઓ છે ,તેઓને કોર્પોરેશન હસ્તકના સ્વિમિંગ પૂલમાં જવા સૂચના આપી દેવામાં આવી છે.

આ સંદર્ભે એક નોટિસ પણ લાલબાગ સ્વિમિંગ પૂલ ખાતે લગાડી દેવામાં આવી છે. સ્વિમિંગ પૂલ ના મેનેજરે આ અંગે વોર્ડ નંબર 17માં જાણ કરી ત્યારે વોર્ડના ડેપ્યુટી એન્જિનિયરે આવીને સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરતા ડાઈવીંગ બોર્ડ જર્જરીત હોવાથી કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. જો મોરબીની દુર્ઘટના બની ન હોત તો કદાચ કોર્પોરેશન દ્વારા આટલી ઝડપથી ડાઈવીંગ બોર્ડની કામગીરી તાત્કાલિક હાથ ધરી ન હોત તેમ તરવૈયાઓનું કહેવું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના સમય પહેલાથી ડાઇવીંગ બોર્ડ જર્જરીત બન્યું હતું. ઘણી વખત તો સ્વિમિંગ કરતી વખતે ઉપરથી પોપડા પડ્યા હોવાના પણ બનાવ બન્યા છે.

error: