Satya Tv News

શહેરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ શાક માર્કેટમાંથી રાહદારીનો ફોન ઝૂંટવી ભાગવા જતા ગઠીયાને લોકોએ ઝડપી પાડી એ’ ડીવીઝન પોલીસને હવાલે કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, મૂળ ઝારખંડના અને હાલ મહાવીર ટર્નિંગ પાસે આવેલ તીર્થ નગર સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર સાહેબરા ઉરાવ અને બાલમુકુંદ પંડિત ગતરોજ રાત્રિના સમયે અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ શાક માર્કેટમાંથી બહાર રોડ ઉપર ચાલતા જતા હતા. તે દરમિયાન ઓ.એન.જી.સી. ઓફીસ પાસે પાછળથી બાઈક ઉપર આવેલ 2 ગઠીયા પૈકી પાછળ બેઠેલા ઇસમે રાજેન્દ્ર સાહેબરા ઉરાવના હાથમાં રહેલ મોબાઈલ ફોન ઝૂંટવવા હાથ કરતા તેણે ફોન નહીં છોડતા બાઈક પર આવેલ ગઠિયાઓ માર્ગ ઉપર પટકાયા હતા. જે પૈકી રાજેન્દ્ર ઉરાવ અને બાલમુકુંદ પંડિતે એક ગઠીયાને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક ગઠિયો ફરાર થઇ ગયો હતો. ઝડપાયેલ ઇસમને અંકલેશ્વર એ’ ડીવીઝન પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે ઝડપાયેલ ઇસમની પુછપરછ કરતાં તે ઝઘડિયા તાલુકાના માલપોર ગામના માનસિંગ ફળિયામાં રહેતો અનીલ વસાવા હોવાનું જણાવ્યું હતું, ત્યારે હાલ તો પોલીસે તેની અટકાયત કરી અન્ય ફરાર ઈસમ વહેલી તકે ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

error: