મધ્યપ્રદેશના સાગર જીલ્લાના ખુરઈ-સાગર રોડ પર બનહટ ગામ પાસેના જંગલમાં ગાયોનાં કપાયેલાં માથાં અને ગૌમાંસ ભરેલી બોરીઓ મળી આવતાં જીવદયા પ્રેમીઓમાં રોષ ફાટી નિકળ્યો છે. આ સાથે ઘટના સ્થળની નજીક કેટલીક બાંધેલી ગાયો પણ મળી આવી હતી. ઘટના સ્થળેથી એક કુહાડી પણ મળી છે જેથી પોલીસને આશંકા છે કે ગાયોનું કતલ આ કુહાડીથી કરવામાં આવ્યુ હશે.
હાલ પોલીસ આરોપીની શોધખોળ માટે કડીઓ શોધી રહી છે. આ ઘટના સાગર જિલ્લાના ખુરાઈ દેહત પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં શનિવારે નેશનલ હાઈવેના ખુરઈ-સાગર રોડ પર બનેહટ ગામના જંગલમાંથી બે ગાયોના મૃતદેહ મળી આવ્યા હતા. વનવિભાગના કર્મચારીઓએ આપેલી માહિતીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
ગ્રામ્ય પોલીસે જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે આ ગાયોની કતલ આ કુહાડી વડે કરવામાં આવી હશે. ઘટના સ્થળની નજીક કેટલીક ગાયો બાંધેલી હાલતમાં પણ મળી આવી હતી. એવું અનુમાન છે કે આ ગાયોનું પણ કતલ કરવાના હશે. આરોપીનાં કપડાં પણ ઘટનાસ્થળે જ પડેલાં મળી આવ્યાં હતાં. અને જંગલમાં વૃક્ષો વચ્ચેથી ગૌમાંસ ભરેલી બોરીઓ મળી આવી હતી. પોલીસે વધુ જણાવતા કહ્યુ કે પેટ્રોલિંગ દરમિયાન વન વિભાગના સુરક્ષાકર્મીઓના અવાજને કારણે આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.
ગ્રામ્ય પોલીસ ઈન્ચાર્જ નીતિન પાલે વધુમાં જણાવ્યું કે ઘટના સ્થળેથી કપડાં પણ મળી આવ્યાં છે. શંકા છે કે તે આરોપીઓનાં હોઈ શકે છે. આ ઉપરાંત બે કુહાડીઓ પણ મળી આવી છે. પોલીસે જેસીબી વડે ખાડા કરીને ગૌમાંસ અને ગાયોના મૃતદેહને જમીનમાં દાટી દીધાં છે અને અજાણ્યા આરોપીની ધરપકડ કરવા કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. પોલીસનો દાવો છે કે ટૂંક સમયમાં જ આરોપીઓને પકડી લેવામાં આવશે.
મધ્યપ્રદેશના સાગર જીલ્લાના ખુરાઈ એસડીઓપી સુમિત કેરકેટાએ જણાવ્યું કે આ મામલે વધુ તપાસ માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવશે. ખુરાઈના સાગર રોડ પર લગાવવામાં આવેલા સરકારી સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ જોવા મળશે. જરુખેડા ઠાકુર બાબા રેલવે ફાટક પર CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લામાં આવા કિસ્સાઓમાં અગાઉ ઝડપાયેલા શકમંદોની પણ પૂછપરછ કરવામાં આવશે. અને શખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
ગાય સંરક્ષણ સમિતિ પ્રમુખ શુભમકાંત તિવારીએ કહ્યું કે છેલ્લા દોઢ વર્ષથી સતત આવી ઘટનાઓ સામે આવી રહી છે. આ અગાઉ મુકરમપુર ગામમાં પણ આવી જ એક ઘટના પ્રકાસ આવી હતી. જ્યાં રસ્તાના કિનારે એક ગાયનું માથું કપાયેલું મળી આવ્યું હતું અને ગૌમાંસ પણ મળી આવ્યું હતું. તે પછી હાઉસિંગ કોલોની ખુરાઈ ગુનેગારો ગાયની કતલ કરતી વખતે પોલીસના હાથે રંગેહાથ ઝડપાયા હતા. જે બાદ અહીં ગૌહત્યાની ઘટના સામે આવી છે. તિવારીએ કહ્યું કે તો આવી ઘટનાઓમાં વહીવટીતંત્રનું વલણ ઉદાસીન કેમ દેખાય છે. ?
બજરંગ દળના જીલ્લાના ગૌરક્ષા પ્રમુખ શુભમકાંત તિવારીએ જણાવ્યું કે બનાહટ ગામમાં બનેલી ઘટના અંગે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તમામ હિન્દુ સંગઠનોમાં રોષ છે. સકલ હિન્દુ સમાજ દ્વારા રવિવારે સવારે 11 વાગ્યે પારસા સ્ક્વેર ખાતે વિરોધ પ્રદર્શન કરશે.
ખુરઈ દેહાત પોલીસ સ્ટેશનના પ્રભારી નીતિન પાલે જણાવ્યું કે વન વિભાગના કર્મચારીઓની સૂચના પર ઘટના સ્થળે પહોંચ્યા બાદ તેમણે જોયું કે કેટલાંક પશુઓની કતલ કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ બાદ અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક લેબ અને સાયબર તપાસ દ્વારા આરોપીઓને શોધી કાઢવામાં આવશે.