નર્મદા જિલ્લાના પ્રિન્ટ,ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમકર્મીઓની પત્રકાર પરિષદ
8 તારીખે જિલ્લાની નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભાની થશે મતગણતરી
શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલમાં હાથ ધરાશે મતગણતરી
તા.૦૮ મીએ નર્મદા જિલ્લાની નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત વિભાગની મતગણતરી રાજપીપલામાં શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલમાં હાથ ધરાશે;
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે રાજ્યમાં પ્રથમ તબક્કામાં તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ નર્મદા જિલ્લામાં યોજાયેલા મતદાનમાં રાજ્યના ૧૯ જિલ્લાઓમાં સરેરાશ કુલ -૭૮.૪૨ ટકા મતદાન સાથે નર્મદા જિલ્લો રાજ્યમાં મોખરે રહ્યા બાદ ગત તા.૦૫ મી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ બીજા તબક્કામાં યોજાયેલા મતદાન બાદ પણ રાજ્યના તમામ જિલ્લાઓની મતદાનની ટકાવારીની પ્રાપ્ત જાણકારી મુજબ બીજા તબક્કાના મતદાનના અંતે પણ નર્મદા જિલ્લો ૭૮.૪૨ ટકાની કુલ સરેરાશ મતદાનની ટકાવારી સાથે પ્રથમ સ્થાને રહેવા પામ્યો છે, જે બદલ નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજેલી પત્રકાર પરિષદમાં માધ્યકર્મીઓના સીધા સંવાદમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાને આ યશસ્વી સિધ્ધિ હાંસલ કરવામાં જિલ્લાના જાગૃત મતદારો, માધ્યમકર્મીઓ સહિત જિલ્લામાં મહત્તમ મતદાન માટે મતદાર જાગૃતિ કેળવવામાં સહયોગી સૌ કોઇનો હ્રદયપૂર્વક આભાર માની સૌ કોઇને અભિનંદન પાઠવ્યા હતાં.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જીજ્ઞાબેન દલાલ, મિડીયા નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામક યાકુબ ગાદીવાલા, ચૂંટણી શાખાના મામલતદાર કનકલતાબેન ઠાકર તેમજ નર્મદા જિલ્લાના પ્રિન્ટ/ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમકર્મીઓની મોટી સંખ્યાની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ જાણકારી આપતા વધુમાં ઉમેર્યું હતુ કે, જિલ્લામાં નોંધાવેલા સરેરાશ કુલ-૭૮.૪૨ ટકા મતદાનમાં નાંદોદ મત વિભાગમાં ૭૪.૩૬ ટકા અને દેડીયાપાડા મત વિભાગમાં ૮૨.૭૧ ટકા જેટલાં મતદાનનો સમાવેશ થાય છે.
તા.૦૮ મી ડિસેમ્બર,૨૦૨૨ ને ગુરૂવારના રોજ રાજપીપલામાં શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલમાં સવારે ૦૮=૦૦ કલાકે ઉક્ત બન્ને વિધાનસભા મત વિભાગની મતગણતરી હાથ ધરાશે, જેમાં નાંદોદ વિધાનસભાની મતગણતરી માટે કેન્દ્રીય ચૂંટણીપંચ તરફથી ટી.વી.સુભાષ અને દેડીયાપાડા વિભાગની મતગણતરી માટે ઉમેશ પ્રકાશ શુક્લાની નિરીક્ષક તરીકે નિમણૂંક કરાઇ છે. CEO કચેરી દ્વારા મંજૂરી આપેલ કુલ-૬ અધિકારી/કર્મચારીઓના મોબાઇલ ફોન મતગણતરી હોલ ખાતે લઇ જઇ શકશે.
ઉક્ત બન્ને વિધાનસભા મત વિસ્તારના મતગણતરી કેન્દ્રો ખાતે CCTV ગોઠવવામાં આવ્યા છે. જિલ્લા પોલીસતંત્ર તરફથી તેમની સુરક્ષાના પ્લાન મુજબ જરૂરી પોલીસ, CAPF, CRPF વગેરેનો પર્યાપ્ત સુરક્ષા પ્રબંધ ગોઠવવામાં આવેલ છે. બન્ને ચૂંટણી અધિકારીઓ તરફથી ઉમેદવારો, ચૂંટણી એજન્ટ તથા મતગણતરી એજન્ટના ઓળખપત્ર પણ (IDENTITY CARD) ઇસ્યુ કરવામાં આવેલ છે. મતગણતરી કેન્દ્રો ખાતે માઇક્રો ઓબ્ઝર્વર, મતગણતરી સુપરવાઇઝર,મદદનીશ મતગણતરીની નિમણૂંક પણ કરવામાં આવેલ છે.
વિડિઓ જર્નલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા