Satya Tv News

બાઈક ઉપર આવેલ ત્રણ ઈસમોએ મારામારી કરી ચલાવી લૂંટ
ઈસમો કુલ 17 હજારના મુદ્દામાલની લુંટ કરી ફરાર

અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર ક્રિષ્ના નગરમાં રહેતા વાસણના ફેરિયાને બાઈક ઉપર આવેલ ત્રણ ઈસમોએ રોકી મારમારી ફોન અને રોકડા મળી કુલ ૧૭ હજારના મુદ્દામાલની લુંટ કરી ફરાર થઇ ગયા હતા

મૂળ તમિલનાડુના અને હાલ અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ ક્રિષ્ના નગરમાં રહેતા ૨૫ વર્ષીય મણીગદન મુથુ ગ્રામ્ય વિસ્તારમાં ફેરી ફરી હપ્તે તેમજ ઉધારથી વાસણોનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવે છે જેઓ ગત તારીખ-૧૨-૧૨-૨૨ના રોજ રૂપિયાની ઉઘરાણી કરવા માટે પોતાની બાઈક નંબર-જી.જે.૧૬.સી.કયું.૭૯૬૫ લઇ અંદાડા,માંડવા ગોવાલી,ઝઘડિયા,અવિધા તેમજ રાજપારડી થઇ પરત ઝઘડિયા આવી કોર્ટમાં વકીલ પાસે જતા હતા તે દરમિયાન રેવા એગ્રોથી કોર્ટ તરફ જવાના માર્ગ ઉપર પાછળથી નંબર પ્લેટ વિનાની બાઈક ઉપર આવેલ ત્રણ ઈસમોએ વેપારીને અટકાવવા પ્રયાસ કરતા તે બાઈક સાથે નીચે પડી ગયેલ અને તુરંત ઉભા થઈ જતા ત્રણેય ઈસમોએ રૂપિયા લાવ તેમ કહેત વેપારી માર્ગ ઉપર ભાગવા લગતા લુંટારુઓ તેનો પીછો કરતા તે ગભરાઈને ખેતરમાં ભાગવા તેઓ ત્યાં પણ પીછો કરતા તેઓએ શ્વાસ ચઢી આવતા વેપારી ખેતરમાં પડી જતા ત્રણેય ઈસમોએ તેને બેલ્ટ વડે માર મારી તેઓના પાસે રહેલ મોબાઈલ ફોન અને રોકડા ૧૨ હજાર મળી કુલ ૧૭ હજારના મુદ્દામાલની લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા જે બાદ વેપારીએ ઝઘડિયામાં રહેતા તેઓના ઓળખીતાની મદદ વડે અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા લુંટ અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે આકાશ પાટીલ સત્યા ટીવી અંકલેશ્વર

error: