Skip to main content

Satya Tv News

અંકલેશ્વરમાં રૂટિન ટ્રેક મેન્ટેનન્સ માટે લેવામાં આવ્યો બ્લોક
બ્લોકને પગલે ટ્રેનો ધીમી ગતિએ પસાર કરાઈ
પેસેન્જર સહિત ગુડ્ઝ ટ્રેનોએ ધીમી ગતિએ પસાર કરવામાં આવી

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક અપ લાઈન ઉપર શનિવારે લેવામાં આવેલા બ્લોકને પગલે ટ્રેનો ધીમી ગતિએ પસાર કરાઈ હતી.

રેલવેના એન્જીનયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા શનિવારે બપોરે રૂટિન ટ્રેક મેન્ટેનન્સ માટે બ્લોક લેવામાં આવ્યો હતો. અંકલેશ્વર નજીક અપ લાઈન ઉપર ત્રણ કલાકનો બ્લોક લઈ લાઈનમેનોએ ટ્રેક મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરી હતી. જેના કારણે પેસેન્જર સહિત ગુડ્ઝ ટ્રેનોએ ધીમી ગતિએ પસાર કરવામાં આવી હતી. બપોરે લેવાયેલા બ્લોકથી ટ્રેનોના સમય ઉપર કોઈ અસર વર્તાય ન હતી.

વિડિઓ જર્નલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: