અંકલેશ્વરના અંદાડા ગામના ટેકરા ફળિયામાં મકાન બાંધકામ બાબતે ચાર ઈસમોએ યુવાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.
અંકલેશ્વરના અંદાડા ગામના ટેકરા ફળિયામાં રહેતા સુનીલ અર્જુન વસાવા ગત તારીખ-૧૭મી ડીસેમ્બરની રાતે પોતાના પુત્ર ફળિયામાં રમતો હતો જેને લેવા ગયા હતા તે દરમિયાન સુરેશ વસાવા અને સતીશ વસાવા વચ્ચે ઝઘડો ચાલતો હતો તે વેળા સુરેશ વસાવા સાથે સુનીલ વસાવા ઉભો હતો સમયે સતીશ વસાવા તેને અપશબ્દો ઉચ્ચારતા તેને અપશબ્દો નહિ બોલવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો માથાકૂટ કરી હતી આ ઝઘડાનું ઉપરાણું લઇ પુનમ મંગા વસાવા,વિષ્ણુ મનોજ વસાવા અને અર્જુન પુનમ વસાવા લોખંડના પાઈપ વડે સુનીલ વસાવાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા મારામારી અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.