Satya Tv News

સુરતમાં કેનેડાના વિઝીટર વિઝાના નામે બે યુવકો સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. હાલ બંને યુવકોએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  • કેનેડાના વિઝીટર વિઝાના નામે સુરત માંડવીના યુવાનો સાથે છેતરપિંડી 
  • ઇમિગ્રેશનના નામે 2 યુવાનો પાસેથી રૂ.82 હજાર પડાવી લીધા
  • નેક્સ્ટ સ્ટેપ ઈમિગ્રેશન એજન્સીનો સંચાલક ફોન બંધ કરી ફરાર 

સાત સમંદર પાર વસવાટ કરી ડોલરમાં રૂપિયા કમાવવાના ઓરતા મોટાભાગના યુવાનોને જાગ્યા છે ત્યારે વિદેશ પહોંચવાના નામે કેટલીક વાર છેતરપિંડીનો ભોગ પણ બનવું પડતું હોય છે. ત્યારે ફરીવાર આવો જ વધુ એક કિસ્સો સુરતમાંથી પ્રકાશમાં આવ્યો છે.

ઇમિગ્રેશનના નામે 2 યુવાનો સાથે છેતરપિંડી 
એજન્ટ થ્રુ કેનેડા જતા હોવ તો ચેતી જજો. કારણ કે કેનેડાના વિઝીટર વિઝાના નામે સુરતમાં છેતરપિંડી આચરવામાં આવી છે. સુરતના માંડવીના બે યુવકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. નેક્સ્ટ સ્ટેપ ઇમિગ્રેશન એજન્સીના સંચાલકે ઇમિગ્રેશનના નામે 2 યુવાનો પાસેથી રૂ.82 હજાર પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. હાલ ઈમિગ્રેશન એજન્સીનો સંચાલક ફોન બંધ કરીને ફરાર થઈ ગયો છે. યુવકોએ આ મામલે  નેક્સ્ટ સ્ટેપ ઇમિગ્રેશન એજન્સીના સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે. 

error: